CM Jagannath

Rath Yatra 2021: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૧૪૪મી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ની જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી-દર્શન કરશે

Rath Yatra 2021: આ વર્ષે ૧૪૪મી જગન્નાથ રથયાત્રા કોવીડ સંક્રમણ નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે

અમદાવાદ, ૧૦ જુલાઈ: Rath Yatra 2021: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદમાં અષાઢી બીજ ૧૨મીજુલાઈ એ યોજાનારી ૧૪૪મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રવિવાર તા.૧૧મી જુલાઈના સાંજે ૬.૩૦ કલાકે જગન્નાથ મંદિર જશે અને ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી-દર્શનમાં સહભાગી થશે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો

આ વર્ષે ૧૪૪મી જગન્નાથ રથયાત્રા કોવીડ સંક્રમણ નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.

આ પણ વાંચો: pulses: દાળના ભાવમાં ઘટાડો શરૂ થયો; એની પાછળ છે આ કારણ, જાણીને ચોંકી જશો