dal

pulses: દાળના ભાવમાં ઘટાડો શરૂ થયો; એની પાછળ છે આ કારણ, જાણીને ચોંકી જશો

pulses: આ નિર્ણય પાછળ સરકારનો હેતુ ખેડૂતોને લાભ પહોંચાડવાનો હતો, પરંતુ આ સ્ટૉક લિમિટને કારણે વેપારીઓ મોટા પ્રમાણમાં માલ ખરીદશે નહિ. માલ ખેડૂતો પાસે જ પડ્યો રહેશે અને માલના નિકાલ માટે ખેડૂતો પણ ઓછા ભાવે માલ વેચશે.

મુંબઈ, ૧૦ જુલાઈ: pulses: કેન્દ્ર સરકારે દાળ અને કઠોળના સ્ટૉક પર મર્યાદા મૂકી દીધી હતી. સરકારે ૨ જુલાઈના રોજ નવા નિયમો જાહેર કર્યા હતા, જે મુજબ દાળ અને કઠોળ પર સ્ટૉક લિમિટ લાદવામાં આવી હતી. આ નિર્ણયથી વેપારીઓ ખૂબ જ નારાજ થયા હતા, પરંતુ સરકારના આદેશની સામે મજબૂર વેપારીઓએ હવે પોતાનો વધુ સ્ટૉક વેચવાનું શરૂ કરી દીધું છે.

આ સંદર્ભે વાત કરતાં ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ ઍસોસિયેશન (ગ્રોમા)ના પ્રેસિડેન્ટ શરદ મારુએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે “કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. કારણ કે હવે વેપારીઓ પોતાની પાસે વધુ માલ સ્ટૉક કરી શકશે નહિ. રેડના ડરે વેપારીઓ પોતાની પાસે રહેલા આ વધારાના માલને તાત્કાલિક વેચી રહ્યા છે.” બજારમાં અચાનક મોટા પ્રમાણમાં સ્ટૉક ઉપલબ્ધ થતાં દાળ અને કઠોળના ભાવમાં ઘટાડો થયો છે.

Whatsapp Join Banner Guj

આ નિર્ણય પાછળ (pulses) સરકારનો હેતુ ખેડૂતોને લાભ પહોંચાડવાનો હતો, પરંતુ આ સ્ટૉક લિમિટને કારણે વેપારીઓ મોટા પ્રમાણમાં માલ ખરીદશે નહિ. માલ ખેડૂતો પાસે જ પડ્યો રહેશે અને માલના નિકાલ માટે ખેડૂતો પણ ઓછા ભાવે માલ વેચશે. આખરે ખેડૂતોને આ નિયમથી નુકસાન થવાની શક્યતા પ્રવર્તે છે. બીજી તરફ બજારમાં દાળ અને કઠોળના ભાવ ઘટતાં ગ્રાહકોને આનો ફાયદો મળતો દેખાય છે.

આ પણ વાંચો…NFSU: ગાંધીનગર ખાતેNFSU Red Centre of Excellence for Research and Analysis of NDPS નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ધાટન

ઉલ્લેખનીય છે કે આ સ્ટૉક (pulses) લિમિટ લાદવામાં આવી હોવાથી નારાજ વેપારીઓએ એક દિવસના બંધનું એલાન કર્યું હતું. મહારાષ્ટ્રના વેપારી સંગઠનોએ ૧૬ જુલાઈથી શરૂ થતા સંસદના સત્રના દિવસે એક દિવસનો બંધ પાળવાનું નક્કી કર્યું છે.