0820e43a 98f2 4d67 bc6a 7130e1c46f00

Suicide case: વાંસદાના મોળાઆંબા ગામે પરિવારનો સામુહિક આપઘાત, એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝાડ પર લગાવ્યો ફાંસો

Suicide case: એક સાથે ત્રણ લોકોના આપઘાતથી પંથકમાં છવાયો માતમ

વાંસદા, 01 સપ્ટેમ્બરઃ Suicide case: વાંસદા તાલુકાના મોળાઆંબા ગામે એકજ પરિવારના ત્રણ સભ્યોએ ગળા ફાંસો ખાઇને જીવન ટુંકાવતા અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાની જાણ થતાં વાસંદા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ઘરી હતી. પ્રાથમિક રીતે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, પરિવારના એકના એક પુત્રને બીમારી હોવાથી તેમની ગંભીર બીમારીથી કંટાળીને પરિવારે ગળા ફાસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું.

વાંસદા તાલુકાના મોળાઆંબા ગામમાં રહેતા ગોપજી ઘોટાળ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક વર્ષ પહેલાં પુત્ર યોગેશને કોરોના થયો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. જોકે સારવાર બાદ યોગેશ માનસિક રીતે અસ્થિર થઇ ગયો હતો અને ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ગત રોજ પરિવારની નજર ચૂકવીને ઘરથી થોડે દૂર આંબાના ઝાડ પર ગળાફાંસો ખાઈ યોગેશે જીવન ટૂંકાવી લીધું હતું.

આ પણ વાંચોઃ Arpita chuadhri:’કાતિલાના તેરી આંખે..આંખે ભી કરતી હૈ બાતે…’ મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી ફરી વિવાદમાં..! વાંચો શું છે મામલો

કલાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતાં માતા-પિતા તેની શોધખોળ કરવા લાગ્યાં હતાં. એ દરમિયાન ઘરની નજીક જ આંબા પરથી પુત્રની લાશ મળી આવી હતી. પુત્રના મૃતદેહને જોઇને માતા-પિતા આઘાતમાં સરી ગયાં હતાં. તેમણે પણ પુત્રના મૃતદેહ નજીક અલગ-અલગ ડાળી પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. માતા-પિતા અને ભાઈએ ફોન રિસીવ ન કરતાં દીકરી ચિંતામાં મુકાઈ હતી. ગોપજી ઘોટાળને બે દીકરી છે, જેમાંથી એક દીકરીને ગામમાં જ પરણાવી હતી.

દીકરીએ માતા-પિતા અને ભાઈના ખબર-અંતર પૂછવા ફોન કર્યો હતો, પરંતુ કોઇએ ફોન ન ઉપાડતાં તે ચિંતામાં મુકાઈ હતી. તેથી તેણે શોધખોળ કરતાં માતા-પિતા અને ભાઈનો મૃતદેહ મળી આવતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. આપઘાતની આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. મૃતક યોગેશભાઈની પત્ની અને 3 વર્ષની દીકરીના કલ્પાંતથી આખુ ગામ આઘાતમાં સરી પડ્યું હતું.

આ પણ વાંચોઃ Vadodara fire news: વડોદારા શહેરના ઝાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે લાગેલી આગમાં 3 ઝૂપડા બળીને ખાખ

પુત્રને લટકતો જોઇ માતા-પિતાએ પણ મોતને વહાલું કર્યું– પ્રાથમિક માહિતી અનુસાર, કોરોનાની સારવાર બાદ માનસિક રીતે અસ્થિર થયેલા યુવકે આંબાના ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો. ત્યારબાદ પુત્રનો મૃતદેહ જોઇ માતા-પિતા શોકમાં ગરકાવ થઇ ગયાં હતાં. અને જે ઝાડ પર પુત્રએ આપઘાત કર્યો એની નજીક જ માતા-પિતાએ પણ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.

Whatsapp Join Banner Guj