e8d26ab8 ea9a 4b87 905e 02060ad8b9e4

Arpita chuadhri:’કાતિલાના તેરી આંખે..આંખે ભી કરતી હૈ બાતે…’ મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી ફરી વિવાદમાં..! વાંચો શું છે મામલો

Arpita chuadhri: બહુચરાજી મંદિરમાં બનાવેલા વીડિયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ

અમદાવાદ,01 સપ્ટેમ્બરઃ Arpita chuadhri: મહેસાણા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અને ટિકટોક તથા ઈન્સ્ટાગ્રામમાં પોતાના વીડિયો બનાવી પ્રખ્યાત થયેલા મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. ગુજરાત પોલીસની ખાખી વર્દી પહેરી તેમણે બહુચરાજી મંદિરમાં ત્રણ વીડિયો બનાવ્યાં છે. ઈન્સ્ટાગ્રામમાં રિલ્સમાં તેમણે પોતાના વીડિયો મુક્યાં છે. અગાઉ પણ તેમણે વીડિયો બનાવતાં સસ્પેન્ડ થયાં હતાં પણ ફરીવાર તેમણે પોલીસની વર્દી પહેરીને વીડિયો બનાવતાં અનેક સવાલો ઉભા થયાં છે.

બહુચરાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની તપાસમાં અર્પિતા ગેરહાજરી જોવા મળી હતી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા સ્ટેશન ડાયરીમાં ગેરહાજરી બાબતે નોંધ કરાઈ છે. બીજી તરફ વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ વધુ એક વખત નિયમ નેવે મુક્યો છે. બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મુકાયેલી અર્પિતા ચૌધરીએ ફિલ્મ સોંગ્સ પર વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મુક્યા હતા. પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે રિલ્સ બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ Vadodara fire news: વડોદારા શહેરના ઝાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે લાગેલી આગમાં 3 ઝૂપડા બળીને ખાખ

ઉલ્લેખનીય છે કે અલ્પિતા ચૌધરીને અનેક લોકો ફોલો કરવા લાગ્યા છે. તેની રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર પણ હજારો લાઇક્સ હોય છે ત્યારે તેણે પોતાની ભૂતકાળની ભૂલને ફરી વગોવી છે. અગાઉ જ્યારે આ વિવાદ છંછેડાયો ત્યારે તત્કાલીન પોલીસ વડાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે પોલીસ વર્દીમાં કોઈ પણ અધિકારી આ પ્રકારની ગેરશિસ્ત આચરી શકશે નહીં. દરમિયાન ફરીવાર અર્પિતા ચૌધરીની રીલ વાયરલ થઈ છે ત્યારે આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ શું પગલા ભરે છે તે જોવું રહ્યું.

વીડિયોથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી…

72c5ea78 b03f 4e3e 8dd1 87bced385a93
જો કે હવે વીડિયો ડિલીટ કરી દીધો છે.

આ મામલે બહુચરાજી સરપંચ દેવાંગ પંડ્યાએ જિલ્લા પોલીસ વડાને એક પત્ર લખ્યો છે. જેમાં અર્પિતા ચૌધરીના વીડિયોથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હોવાની વાત જણાવવામાં આવી છે. અર્પિતાના આ વીડિયોમાં મંદિર પરિસરમાં કરવામાં આવેલી એક્ટિંગ ભક્તો માટે આપતિ જનક હતી. ત્યારબાદ સરપંચ દેવાંગ પંડ્યાએ આ મામલે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

Whatsapp Join Banner Guj