Dr jv Modi

Dr JV Modi resign: અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી.મોદીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું

Dr JV Modi resign: આજે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડો. જે.વી. મોદીનો છેલ્લો દિવસ છે.

અમદાવાદ , ૦૧ સપ્ટેમ્બર: Dr JV Modi resign: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં વિવાદમા રહેલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ આખરે રાજીનામું આપી દીધું છે. તેમણે અગાઉ ત્રણ વખત રાજીનામા ધર્યાં છે પરંતું આ છેલ્લું રાજીનામું સરકારે મંજુર કરી દીધું છે. આજે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડો. જે.વી. મોદીનો છેલ્લો દિવસ છે.

Arpita chuadhri:’કાતિલાના તેરી આંખે..આંખે ભી કરતી હૈ બાતે…’ મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી ફરી વિવાદમાં..! વાંચો શું છે મામલો

Dr JV Modi resign: રાજીનામું આપવાની સાથે જ તેઓ સિવિલ હોસ્પિટલના રાજકારણનો ભોગ બન્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અનેક મેડિકલ ઓફિસરોના મનમાં ડૉ .જે.વી. મોદી ખટકતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તેમની વિરૂદ્ધ અનેક ખોટી ફરિયાદો કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj