Surat Model Suicide Case Update

Surat Model Suicide Case Update: સુરતની મોડેલ તાન્યાએ ફોન પર વાત કરતા કરતા કરી હતી આત્મહત્યા- આ ક્રિકેટર સાથે પણ નામ જોડાયુ- વાંચો વિગત  

Surat Model Suicide Case Update: મોડેલ તાન્યાએ ફોન પર વાત કરતા કરતા પંખા પર લટકી આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે

સુરત, 23 ફેબ્રુઆરીઃ Surat Model Suicide Case Update : સુરતની મોડેલ તાન્યા સિંગ આપઘાત મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. આખરે તેણે કયા કારણોસર આપઘાત કર્યો તે હજી સામે આવ્યું નથી. મોડલ પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ પણ મળી નથી. પરંતું મોત પહેલા તે લંડનના એક ફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી રહી હતી. મોડેલ તાન્યાએ ફોન પર વાત કરતા કરતા પંખા પર લટકી આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. 

પોલીસની પૂછપરછમાં પરિવારે તાન્યાને ડિપ્રેશન હોવાની વાત પણ નકારી કાઢી છે. હાલ પોલીસ મૃતના મોબાઇ અને કોલ ડિટેઇલ પર તપાસ કરી રહી છે. તાન્યાનો મોબાઈલ પોલીસ પાસે હોવા છતાં પોલીસને તેના ફોનમાં કંઈ અજુગતુ મળી નથી રહ્યું. તાનિયાના મોબાઈલના IDPR મંગાવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ Vadodara Stone Pelting: વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર થયેલા પથ્થરમારા મામલે 100થી 150 લોકોના ટોળા સામે ગુનો થયો દાખલ

આ કેસમાં પોલીસે અત્યાર સુધી 25 લોકોના નિવેદન લીધા છે. તાન્યાની બેંક ડિટેઈલની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આપઘાત પહેલા તાન્યાએ લંડનમાં રહેતી તેની મિત્ર સાથે વાત કરી હતી. જેમા તાન્યાએ રડતા રડતા વીડિયો કોલમાં કહ્યુ હતુ કે, ‘યાર યે ફેમિલી કા પ્રેશર હે. મેં તંગ આ ગઇ હું. મેરે સે યે સબ સહન નહીં હોતા હે.’ તેના બાદ તાન્યાએ ફોન પર વાત કરતા કરતા પંખા પર લટકીને આત્મહત્યા કરી હતી. 

તો બીજી તરફ, તાન્યા ક્રિકેટર અભિષેક શર્મા સાથે સ્નેપ ચેટ પર વાત કરતી હોવાનો ખુલાસો થયો છે. અભિષેક સાથે ઍક વર્ષ પેહલા બ્રેકઅપ થયાનું ખુદ અભિષેકે પોલીસને જણાવ્યુ હતું. અભિષેકે તાન્યા સાથેના સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકી દીધું હતું. ત્યાર બાદ પણ તાન્યા સતત અભિષેકનો સંર્પક કરવા પ્રયત્ન કરતી હતી. આ બંને વચ્ચે પેચઅપ થઇ જાય તે માટે તેની ફ્રેન્ડ પણ પ્રયત્ન કરી રહી હતી.