Vadodara Stone Pelting: વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર થયેલા પથ્થરમારા મામલે 100થી 150 લોકોના ટોળા સામે ગુનો થયો દાખલ

Vadodara Stone Pelting: પોલીસ સ્ટેશન બહાર પથ્થરમારાનો મામલામાં પોલીસે 100 થી 150 લોકોના ટોળા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

વડોદરા, 23 ફેબ્રુઆરીઃ Vadodara Stone Pelting: નવાપુરા પોલીસ સ્ટેશન બહાર પથ્થરમારાનો મામલામાં પોલીસે 100 થી 150 લોકોના ટોળા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. 8 જેટલા શકમંદોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. એક વિધર્મી યુવકે ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરતા હિન્દુ સંગઠનના લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જેના બાદ પોલીસ સ્ટેશન બહાર જ અન્ય જૂથના ટોળાએ પથ્થરમારો કર્યો હતો.

આ પણ વાંચોઃ Gopinath temple: ગુજરાતના આ મંદિરમાં ધબકે છે શ્રી કૃષ્ણનો શ્વાસ! જાણો આ મંદિરનું રહસ્ય

જોકે, નવાપુરા પોલીસની બેદરકારીના કારણે પથ્થરમારો થયો હોવાનું કહેવાય છે. નવાપુરા PI એચ એલ આહિરે સમયસૂચકતા વાપરી પોલીસ બંદોબસ્ત ગોઠવી ટોળાને વિખેર્યા હોત તો જૂઠ અથડામણની ઘટના બની ન હોત. 

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા. આરોપીની ધરપકડ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સમયે ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ 150 લોકોનું ટોળું ધસી આવ્યું હતું.