New Surrogacy Rules

New Surrogacy Rules : કેન્દ્ર સરકારે સરોગેસી કાયદા અંગે લીધો મોટો નિર્ણય, હવે મહિલા લગ્ન વગર સિંગલ મધર બની શકશે- વાંચો વિગત

New Surrogacy Rules : સરોગેસી સંશોધન નિયમ 2024માં કહેવામાં આવ્યું છે કે, જિલ્લા મેડિકલ બોર્ડે આ પ્રમાણિત કરવું પડશે કે પતિ અથવા પત્નીમાંથી કોઈ એક એવી સ્થિતિથી પીડિત છે.

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરીઃ New Surrogacy Rules : સરોગેસી દ્વારા માતા-પિતા બનવાનું સપનું જોનારા માટે કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે પોતાના નવા નિર્ણયમાં સરોગેસી નિયમ, 2022માં સંશોધન કર્યું છે, જેથી ડોનર ગેમેટના એગ્સ અને સ્પમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. આની સાથે એ શરત રાખી છે કે, કપલમાંથી એકની તબીબી સ્થિતિ જે તેમને તેમના ગેમેટનો ઉપયોગ કરવામાં અસમર્થ બનાવે છે.

આ પણ વાંચોઃ Surat Model Suicide Case Update: સુરતની મોડેલ તાન્યાએ ફોન પર વાત કરતા કરતા કરી હતી આત્મહત્યા- આ ક્રિકેટર સાથે પણ નામ જોડાયુ- વાંચો વિગત  

સરકાર દ્વારા જાહેર કરાયેલ સરોગેસી સંશોધન નિયમ 2024માં કહેવામાં આવ્યું છે કે, જિલ્લા મેડિકલ બોર્ડે આ પ્રમાણિત કરવું પડશે કે પતિ અથવા પત્નીમાંથી કોઈ એક એવી સ્થિતિથી પીડિત છે.

વધુમાં કહેવાયું છે કે, ડોનર ગેમેટનો ઉપયોગ કરીને સરોગેસીની મંજૂરી આ શરતને આધીન છે કે સરોગેસીના માધ્યમથી જન્મનારા બાળકની બાસે ઈચ્છુક કપલથી ઓછામાં ઓછા એક ગેમેટ હોવું જોઈએ. સરોગેસીથી પસાર થનારી સિંગલ મહિલાઓને સરોગેસી પ્રક્રિયાનો લાભ ઉઠાવવા માટે પોતાના એગ અથવા દાતા શુક્રાણુનો ઉપયોગ કરવો પડશે.