Board Exam Rules: 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે શિક્ષામંત્રીએ કરી મોટી જાહેરાત, બોર્ડની પરીક્ષામાં થશે બદલાવ

Board Exam Rules: શૈક્ષણિક સત્ર 2025-26થી પરીક્ષા આપવાના નિયમોમાં બદલાવ થશે

અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ Board Exam Rules: કેન્દ્રીય શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. હકીકતમાં શૈક્ષણિક સત્ર 2025-26થી પરીક્ષા આપવાના નિયમોમાં બદલાવ થશે. આ નિયમો હેઠળ વિદ્યાર્થીઓની પાસે નાપાસ થયા બાદ પણ બીજી વખત પરીક્ષા આપવાનો વિકલ્પ રહેશે.

આ પણ વાંચોઃ Surat Model suicide: સુરતની 28 વર્ષીય મોડલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, વાંચો વિગત

શિક્ષામંત્રીનું કહેવુ છે કે, નવી શિક્ષણ નીતિ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દ્રષ્ટિકોણ વિદ્યાર્થીઓને તણાવ મુક્ત કરવાનો છે. વિદ્યાર્થીઓના શિક્ષણમાં ગુણવત્તા વધારવાનો, સમૃદ્ધ કરીને સંસ્કૃતિ સાથે જોડી રાખવાનો છે, સાથે તેઓને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે. આ જ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવાનો સૂત્ર છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો