Tirnga will be found in the post office

Tirnga will be found in the post office: કાપડમાંથી બનેલો તિરંગો પોસ્ટ ઓફિસમાં માત્ર 25 રૂપિયામાં મળશે- વાંચો વિગત

Tirnga will be found in the post office: આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે દરેક ઘરે ત્રિરંગો ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે

  • અંબાજીની પોસ્ટ ઓફીસ માં પણ આજથી તિરંગાનુ વેચણ શરુ કરાતા અનેક દેશપ્રેમીઓ તિરંગો લેવા અંબાજી ની પોસ્ટ ઓફીસ માં ખરીદતા નજરે પડ્યા
  • પોતાના ઘરે તિરંગો લગાવવા માટે ક્યા લેવા જવુ તેનુ નિરાકરણ આવીગયુ

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 02 ઓગષ્ટ: Tirnga will be found in the post office: કાપડમાંથી બનેલો તિરંગો પોસ્ટ ઓફિસમાં માત્ર 25 રૂપિયામાં મળશે, જી હા હવે પના ઘરે તિરંગો લગાવવા માટે ક્યા લેવા જવુ તેનુ નિરાકરણ આવીગયુ છે સરકારે રાહત દરે તિરંગાનુ વેચાણ તમામ પોસ્ટ ઓફીસોમાં શરુ કરી દીધુ છે. યાત્રાધામ અંબાજીની પોસ્ટ ઓફીસ માં પણ આજથી તિરંગાનુ વેચણ શરુ કરાતા અનેક દેશપ્રેમીઓ તિરંગો લેવા અંબાજી ની પોસ્ટ ઓફીસ માં ખરીદતા નજરે પડ્યા હતા જે માત્ર રૂપિયા 25 માં ખરીદી કરી ને તમે તમારા ઘર, દુકાન, ઓફિસ પર પણ તિરંગો ઝંડો ફરકાવી શકો છો.

આ પણ વાંચોઃ GST On Garba Pass: હવે ગરબા રમવા જવુ પડશે મોંઘુ, સરકારે ગરબાના પાસ પર લગાવ્યો 18 ટકા GST-વાંચો વિગત

કાપડમાંથી બનેલો તિરંગો તમામ પોસ્ટ ઓફિસમાં માત્ર 25 રૂપિયામાં મળશે, દરેક ઘરમાં ત્રિરંગો મળશે ,આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે દરેક ઘરે ત્રિરંગો ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસ અંબાજીના અધિકારી એ જણાવ્યું કે અભિયાન અંતર્ગત 15 ઓગસ્ટે લોકભાગીદારી સાથે દરેક ઘર પર તિરંગો ફરકાવવામાં આવશે. આમાં સરકારી અને ખાનગી સંસ્થાઓ પણ સામેલ થશે.

આ ઝુંબેશ હેઠળ, તમામ પોસ્ટ ઓફિસોમાં ધ્વજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હોવાનુ રવી સૈની ( પોસ્ટ આસિસ્ટન,પોસ્ટઓફીસ) અંબાજી એ જણાવ્યુ છે , જ્યાંથી સામાન્ય લોકો તિરંગા ધ્વજ પોતાના નજીક ની પોસ્ટ ઓફીસ માંથી ખરીદી શકેછે. તેમણે કહ્યું કે આ અભિયાન હેઠળ અંબાજી દાંતા હડાદ સહીત જિલ્લાની તમામ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સામાન્ય લોકોને માત્ર 25 રૂપિયામાં કાપડનો તિરંગો ધ્વજ લઈ શકશે. અંબાજી વિભાગમાં, ટપાલ વિભાગને જે તિરંગા ધ્વજ પ્રાપ્ત થયા છે જેનું વિતરણ પણ શરુ કરવામાં આવેલ છે જેનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છેને લોકો પણ ઉત્સાહભેર ખરીદતા જોવામળ્યા હતા.

આ પણ વાંચોઃ Chahal instagram account hack: ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયુ હેક, પત્ની સાથેની ચેટ થઇ વાયરલ

Gujarati banner 01