Green grass cow 2

Tribal people made money by selling fodder: અંબાજી માં એક તરફ લોકો પુણ્ય કરી રહ્યા હતા તો આદીવાસી લોકો ઘાસચારો વેચી કમાણી કરી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૫ જાન્યુઆરીઃ
Tribal people made money by selling fodder: મકરસક્રાંતિ જે દાન દક્ષિણા ને પુણ્યકાળ નું મહાપર્વ માનવામાં આવે છે. અને તેમાં પણ અબોલ પશુઓ ને સુકો ને લીલો ઘાસચારો ખવડાવવા નું વિશેષ મહાત્યમ રહેલું છે. જેને લઇ આજે વહેલી સવાર થીજ અંબાજી ના હાઈવે માર્ગો ઉપર આદીવાસી લોકો ઘાસચારા ના પુળા ખડકી દીધા હતા.

Tribal people made money by selling fodder

જ્યારે તેટલાજ પ્રમાણ માં લીલો ચારો પણ ઉપલબ્ધ કરી દેવાયો હતો તો બીજી બાજુ માલધારીઓ પણ પોતાના પશુઓ ને એકજ જગ્યાએ ઉભા કરી દેતા પુણ્ય કરનારાઓ ને ઘાસ અને પશુ બન્ને નું સમનવય એકજ જગ્યાઓ મળી ગયુ હતુ. સંસ્ક્રુતી માં ગાય ને વેદ લક્ષણ માતા ગણવામાં આવતી હોવાથી આજે લોકો એ મુંગા પશુઓ ને ઘાસ ખવડાવવાનુ વિસેષ મહત્વ સમાયેલુ છે

Tribal people made money by selling fodder

જોકે આજે વહેલી સવારથી અંતરીયાળ વિસ્તારો માંથી નાના મોટા અનેક આદીવાસી લોકો ઘાસ ચારો લઈને અંબાજી પહોચી ગયા ને એક તરફ લોકો પુણ્ય કરી રહ્યા હતા ત્યા આદીવાસી લોકો ઘાસચારો વેચી કમાણી કરી રહ્યા હતા.

આ પણ વાંચો…Ambaji sadhu sant shahi snan: અંબાજીમાં સાધુ સંતો દ્વારા એક નવી અને અનોખી પરંપરા નો પ્રારંભ…

Whatsapp Join Banner Guj