ambaji sadhu sant snan 2

Ambaji sadhu sant shahi snan: અંબાજીમાં સાધુ સંતો દ્વારા એક નવી અને અનોખી પરંપરા નો પ્રારંભ…

Ambaji sadhu sant shahi snan; અંબાજીમાં સાધુ સંતો દ્વારા એક નવી અને અનોખી પરંપરા નો પ્રારંભ… સાધુઓએ ગૌમુખ કુંડ માં કડાકાની ઠંડીમાં શાહી સ્નાનની ડુબકી લગાવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૫ જાન્યુઆરીઃ
Ambaji sadhu sant shahi snan: મકરસંક્રાંતિ નિમિતે યાત્રાધામ અંબાજીમાં સાધુ સંતો દ્વારા એક નવી અને અનોખી પરંપરા નો પ્રારંભ કર્યો છે જેમ હરિદ્વાર, અલ્હાબાદ, પ્રયાગરાજ સહીત જુનાગઢમાં જે રીતે સાધુ સંતોનો મેળાવડો ભરાય છે ને સંક્રાંતિનો સ્નાન જે શાહી સ્નાન જેવી પરંપરા નr હવે અંબાજી માં પણ શરૂ કરવામાં આવી છે.

Ambaji sadhu sant shahi snan

ગુજરાત પ્રાંત સહીત આજુબાજુ ના વિસ્તારો માંથી અનેક સંતો મહંતો યાત્રાધામ અંબાજી ખાતે ઉમટી પડ્યા હતા અને માનસરોવર પાસે ભોળાગીરી મહારાજની ધૂણીએ થી શાહી સવારી નીકળવામાં આવી હતી જેમાં ભગવાન શ્રી ગણેશજી ની પાલકી યાત્રા અને સંતો ને બગી માં બેસાડી વિશાળ શોભાયાત્રા અંબાજી શહેરની નગરયાત્રા કર્યા બાદ સંતો મહંતો અને નાગા સાધુઓની આ જમાત કોટેશ્વર મુકામે પહોચી હતી જ્યાં ગૌમુખ કુંડ વિસ્તાર સંતો મહંતો દ્વારા હર હર મહાદેવ ના નાદ થી ઘુંજી ઉઠ્યું હતું

Ganesh palkhio ambaji,Ambaji sadhu sant shahi snan

જ્યાં સર્વ પ્રથમ ભગવાન શ્રી ગણેશજીને ગૌ મુખ કુંડ માં પૂજન અર્ચન સાથે નું શાહી સ્નાન કરાવ્યું હતું અને ત્યાર બાદ તમામ સાધુ ઓ ગૌમુખ કુંડ માં કડાકા ની ઠંડીમાં પણ શાહી સ્નાનની ડુપકી લગાવી હતી આ પ્રસંગે અંબાજીમાં સર્વ પ્રથમ નીકળેલી શોભાયાત્રા માં સાધુ સંતોની અનોખી મોજ જોવા મળી હતી અને નાચગાન કરતા તમામ સંતો કોટેશ્વર પહોચ્યા હતા અને આજે સર્વ પ્રથમ વખત જે રીતે શાહી સ્નાન કર્યું હતું

Ambaji sadhu sant shahi snan

તેની પરંપરા હવે આવનારા સમય માં નિયમિત પણે મકરસંક્રાંતિ ના દિવસે કોટેશ્વર ગોંમુખ કુંડ ખાતે મીનીકુંભ સ્વરુપે આ પ્રકારના શાહી સ્નાનનું આયોજન કરવામાં આવશે તેમ આયોજન કરતા મહંત વિજયપૂરી મહારાજએ જણાવ્યું હતું

આ પણ વાંચો…Vadodra student suicide: એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 17 વર્ષના વિદ્યાર્થીએ મિત્રના ફ્લેટના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કર્યો

Whatsapp Join Banner Guj