ambaji mandir close out side

Ambaji temple closed for visitors: યાત્રાધામ અંબાજી નું મંદિર આજ થી સાત દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૫ જાન્યુઆરીઃ
Ambaji temple closed for visitors: શક્તિપીઠ અંબાજી મંદિર ઉપર ફરી એક વાર કોરોનાની મોટી અસર જોવા મળી રહી છે ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસ નું પ્રમાણ ફરી વધી રહ્યું છે ને તેવા માં પણ ધાર્મિક અને પર્યટક સ્થળો ઉપર મુસાફરો નો ઘસારો વધતો હોવાથી લોકો માં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે ને લઈ યાત્રાધામ અંબાજી નું મંદિર આજ થી સાત દિવસ માટે 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું છે.

અંબાજી મંદિર માં શનિ ની રવિ ની રજાઓમાં મોટી ભીડ રહતી હોય છે તેવા માં આજથી મંદિર બંધ કરાતા સમગ્ર મંદિર પરીષર માં સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો જોકે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલા અંબાજી મંદિર માં નિત્યક્રમની પૂજા પાઠ ને આરતી ચાલુ રાખવમાં આવી છે આજે સવાર ની મંગળા આરતી ભક્તો વગર જ કરવામાં આવી હતી.

Ambaji temple closed for visitors

Ambaji temple closed for visitors: મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી ઉતાર્યા બાદ ભક્તોની ગેરહાજરી ને લઇ ચિંતિત જોવા મળ્યા હતા પણ કોરોન ની ગાઈડ લાઈન ને લઇ કોરોના નું સંક્રમણ વધુ ન ફેલાય અને ભક્તો સુરક્ષિત રહે તેવા આશય થી મંદિર બંધ કરાયા હોવાનું જણાવ્યું હતું અને સવાર સાંજ ની આરતી ના ઘરે બેઠા દર્શન નો લાભ મળે તેવી વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હોવાનુ એસ જે ચાવડા હીવટદાર મંદિર ટ્રસ્ટ)એ જણાવ્યુ હતુ.

Whatsapp Join Banner Guj

જોકે આજે મંદિર બંધ હોવાથી શ્રધાળુ બહાર દુર ઉભા રહી હાઇવે રોડ ઉપર થીજ દર્શન કરતા નજરે પડ્યા હતા અને મંદિર બંધ રાખવાના પગલા ને આવકાર દાયક ગણાવ્યું હતું.

આ પણ વાંચોAmbaji sadhu sant shahi snan: અંબાજીમાં સાધુ સંતો દ્વારા એક નવી અને અનોખી પરંપરા નો પ્રારંભ…