srn home gardening

Urban Horticulture Development yojna: સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના” નો કરાયો પ્રારંભ

Urban Horticulture Development yojna: સુરેન્દ્રનગર બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના હેઠળ એક દિવસીય કિચન ગાર્ડનિંગની તાલીમ શિબિર યોજાઇ

સુરેન્‍દ્રનગર, ૦૭ ઓક્ટોબર: Urban Horticulture Development yojna: ગુજરાત સરકાર દ્વારા આજ તારીખ ૭ મી ઓકટોબર,૨૦૨૧ ના રોજથી સમગ્ર રાજ્યમાં બાગાયત વિભાગ હેઠળની “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે સુરેન્દ્રનગર સહિતના તમામ જિલ્લાઓમાં વર્ચ્યુઅલ માધ્યમથી આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની નાયબ બાગાયત નિયમકની કચેરી દ્વારા ‘અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર’ હેઠળ કિચન ગાર્ડનિંગ ની એક દિવસીય તાલીમ શિબિરનું સુરેન્દ્રનગર મહિલા આઈ.ટી.આઈ. ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સદર તાલીમ શિબિરમાં નાયબ બાગાયત નિયામક ડૉ. વી. ડી. કાલરીયા, નાયબ ખેતી નિયામક બી. એ. પટેલ અને બાગાયત અધિકારી સી. એન. પટેલ દ્વારા ૪૦ જેટલી મહિલાઓને કિચન ગાર્ડનિંગની તાલીમ આપવામાં આવી હતી, તેમજ સરકાર દ્વારા શરૂ કરાયેલ આ શહેરી બગાયત વિકાસની યોજનાનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.

Urban Horticulture Development yojna

આ ઉપરાંત કેનિંગ અને કિચન ગાર્ડનિંગની તાલીમ અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લામાં સ્થિત નાયબ બાગાયત નિયમકની કચેરીનો સંપર્ક કરવા વધુમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો…List of india’s 100 richest people 2021:ભારતના 100 ધનિકોનુ લિસ્ટ જાહેર, મુકેશ અંબાણી સતત 14માં વર્ષે પહેલા ક્રમે, જાણો ટોપ-10 ધનિકોની સંપત્તિ

Whatsapp Join Banner Guj