100 rich businessman

List of india’s 100 richest people 2021: ભારતના 100 ધનિકોનુ લિસ્ટ જાહેર, જાણો ટોપ-10 ધનિકોની સંપત્તિ

List of india’s 100 richest people 2021: ફોર્બ્સે ભારતના વખાણ કરતા કહ્યુ છે કે, કોરોનાની બીજી લહેરનો સારી રીતે સામનો કર્યા બાદ દુનિયામાં ભારત તરફ રોકાણકારોનો ભરોસો વધ્યો છે

બિઝનેસ ડેસ્ક, 07 ઓક્ટોબરઃ List of india’s 100 richest people 2021: બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે 2021ના વર્ષ માટે ભારતના ટોપ 100 ધનિક વ્યક્તિઓનુ લિસ્ટ બહાર પાડ્યુ છે.

આ લિસ્ટ(List of india’s 100 richest people 2021) પ્રમાણે ભારતના ટોચના 100 ધનિકોની કુલ સંપત્તિ 58.06 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ચુકી છે.જેમાં 6.89 લાખ કરોડ સાથે મુકેશ અંબાણી નંબર વન પર છે.જ્યારે અડાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણી બીજા સ્થાને છે.

ફોર્બ્સે ભારતના વખાણ કરતા કહ્યુ છે કે, કોરોનાની બીજી લહેરનો સારી રીતે સામનો કર્યા બાદ દુનિયામાં ભારત તરફ રોકાણકારોનો ભરોસો વધ્યો છે. સેન્સેક્સમાં પણ ગયા વર્ષના મુકાબલે 52 ટકાનો વધારો દેખાયો છે.

આ પણ વાંચોઃ Hrithik Roshan supported Aryan: ઋતિક રોશન આવ્યો આર્યન ખાનના સપોર્ટમાં સોશિયલ મીડિયા પર લખી મોટી પોસ્ટ- વાંચો વિગતે

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના માલિક મુકેશ અંબાણી આ લિસ્ટ(List of india’s 100 richest people 2021)માં છેલ્લા 14 વર્ષથી નંબર વન છે અને ગૌતમ અદાણી ત્રણ વર્ષથી બીજા ક્રમે રહે છે. જાણો ભારતના ટોપ ટેન ધનિકો અને તેમની સંપત્તિ

  • મુકેશ અંબાણી 6.89 લાખ કરોડ રૂપિયા
  • ગૌતમ અદાણી 5.6 લાખ કરોડ રૂપિયા
  • શિવ નાડર 2.32 લાખ કરોડ રૂપિયા
  • રાધાકૃષ્ણ દામાણી 2.20 લાખ કરોડ રૂપિયા
  • સાઈસર પૂનાવાલા 1.42 લાખ કરોડ રૂપિયા
  • લક્ષ્મી મિત્તલ 1.40 લાખ કરોડ રૂપિયા
  • સાવિત્રી જિંદાલ 1.34 લાખ કરોડ રૂપિયા
  • ઉદય કોટક 1.23 લાખ કરોડ રૂપિયા
  • પાલોનજી મિસ્ત્રી 1.22 લાખ કરોડ રૂપિયા
  • કુમાર મંગલમ બિરલા 1.18 લાખ કરોડ રૂપિયા

આ પણ વાંચોઃ inauguration of oxygen plant in bharuch: ભરૂચમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, CM પટેલે કહ્યુ- ગુજરાત ત્રીજી લહેરનો સામનો કરવા માટે સજ્જ

Whatsapp Join Banner Guj