Vaccination

Vadodara vaccination: વડોદરા જિલ્લાના ૧૫ ગામોમાં સો ટકાથી વધુ અને ૨૮ ગામોમાં ૯૦ ટકાથી વધુ રસીકરણ પૂર્ણ

Vadodara vaccination: કરજણ તાલુકાના લિલોડમાં પહેલા ડોઝનું સહુથી વધુ ૧૭૦ ટકા રસીકરણ

વડોદરા: ૧૬ જુલાઈ: Vadodara vaccination: જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોક પ્રતિનિધિઓ અને આગેવાનોના સહયોગથી લોક જાગૃતિ કેળવીને કોરોના રસી મૂકવાની કામગીરી વ્યાપક રીતે કરવામાં આવી રહી છે.લોકો આ રસીના મહત્વથી જેમ જેમ વાકેફ થતાં જાય છે તેમ તેમ રસી લેવાની સ્વયં જાગૃતિ વધી રહી છે.

રસીકરણના અગત્યના સીમાચિન્હ અંગે જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે,અત્યાર સુધીમાં જિલ્લાના વિવિધ તાલુકાઓના ૧૫ જેટલા ગામોમાં તમામ ગ્રામજનોએ પહેલા ડોઝની રસી લઇ લેતા ૧૦૦ ટકાથી વધુ રસીકરણ થયું છે.કરજણ તાલુકાના લિલોડ ગામે સહુથી વધુ ૧૭૦ ટકા રસીકરણ થયું છે.

આ અંગે ડો. જૈને જણાવ્યું કે,રસી સાચવવાની વ્યવસ્થાને લઈને બહુધા સામુદાયિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે રસી મૂકવાની વ્યવસ્થા રાખવામાં આવે છે.એટલે એક ગામના કેન્દ્ર ખાતે આસપાસના નાના ગામોના લોકોને રસી મૂકી આપવામાં આવે છે.તેથી રસીકરણ ૧૦૦ ટકાથી વધુ રહે છે.

આ પણ વાંચો…fake hallmarked: હવે તો હદ થઇ…આ શહેરમાં બનાવટી હોલમાર્કના આટલા કરોડ રૂપિયાની કિંમતના દાગીના જપ્ત- જાણો વિગત

જિલ્લામાં ૧૦૦ ટકાથી વધુ પહેલા ડોઝનું રસીકરણ પુરૂ થઈ ગયું છે તેવા ગામોમાં અશગોલ, શમશેરપૂરા, પંખેર, હિરજીપુરા, લીલોડ, રોપા, પુનીતપુરા, સોમજ,દેલવાડા,લુણા, દરિયાપુરા, અનખોલ, ખટનબા, અલ્હાદપુરા અને આસોજ(w) નો સમાવેશ થાય છે. જ્યારે વિવિધ તાલુકા ઓના અન્ય ૨૮ ગામોમાં ૯૦ ટકાથી વધુ લોકોએ પહેલા ડોઝની રસી મૂકાવી લીધી છે.

Whatsapp Join Banner Guj
देश की आवाज़ की तमाम खबरों को फेसबुक पर पाने के लिए लाइक करें.