kevdi forest tree image

Kevdi Forest Department: કેવડીના વનવિભાગમાં બહેડા અને મહુડાના સદીઓની ઉંમર ધરાવતા વૃક્ષો સચવાયા છે

Kevdi Forest Department: આ વૃક્ષ ૬૦૦ થી વધુ વર્ષનું આયખું ધરાવે છે અને તોતિંગ મહુડાનો ઘેરાવો પણ લગભગ ૬ મીટરથી વધુ હોવાથી આ બંને વૃક્ષો સદીઓની સમાન ઉંમર ધરાવતા હોવાનું અનુમાન છે.

અહેવાલ: સુરેશ મિશ્રા

છોટાઉદેપુર, ૧૬ જુલાઈ: Kevdi Forest Department: છોટાઉદેપુર રેન્જના કેવડીના વન વિભાગમાં એક અંદાજ પ્રમાણે સદીઓની ઉંમર ધરાવતા બે વૃક્ષો સચવાયા છે.આ પૈકી એક વૃક્ષ વૈદ્યોને પ્રિય બહેડાનું અને બીજું વૃક્ષ કલ્પવૃક્ષ ગણાતા મહુડાનું છે.

આ વિસ્તારના વન અધિકારી (Kevdi Forest Department) નિરંજનભાઈ રાઠવા જણાવે છે કે, ઔષધીય ઉપયોગી બહેડાની ઊંચાઈ ૪૫ થી ૫૦ મીટર છે.તેનો ઘેરાવો લગભગ ૬.૩૦ મીટર છે એટલે આ વૃક્ષ ૪ થી ૫ માણસો હાથ ફેલાવે ત્યારે બાથમાં લઇ શકાય એટલું મહાકાય છે.

Whatsapp Join Banner Guj

તેમણે એક રસપ્રદ વાત જણાવી કે, (Kevdi Forest Department) વૃક્ષ ૧૦૦ વર્ષની આવરદા પૂરી કરે તો ઘેરાવો એક મીટર જેટલો વધે. એ ન્યાયે તેમનો અંદાજ છે કે આ વૃક્ષ ૬૦૦ થી વધુ વર્ષનું આયખું ધરાવે છે અને તોતિંગ મહુડાનો ઘેરાવો પણ લગભગ ૬ મીટરથી વધુ હોવાથી આ બંને વૃક્ષો સદીઓની સમાન ઉંમર ધરાવતા હોવાનું અનુમાન છે.

 Kevdi Forest Department, old tree

આ પણ વાંચો…Vadodara vaccination: વડોદરા જિલ્લાના ૧૫ ગામોમાં સો ટકાથી વધુ અને ૨૮ ગામોમાં ૯૦ ટકાથી વધુ રસીકરણ પૂર્ણ

મહુડાનું પ્રાચીન વૃક્ષ ગુડા રેન્જમાં આવેલું છે.મહુડો આદિવાસીઓનું કલ્પવૃક્ષ અને પવિત્ર ગણાય છે.એના ફળ,ફૂલ બધું જ ઉપયોગી છે.એટલે તેની ખૂબ સાચવણી આ વિસ્તારના લોકો કરે છે.લોક સહયોગથી વન વિભાગ આ કિંમતી વન સંપદાનું જતન કરી રહ્યું છે.