Gandhinagar to Varanasi new train: ગાંધીનગર કેપિટલ અને વારાણસી વચ્ચે સુપર ફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ

Gandhinagar to Varanasi new train: પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીનગર કેપિટલ અને વારાણસી વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન તથા ગાંધીનગર કેપિટલ થી વરેઠા માટે મેમુ ટ્રેનનો શુભારંભ

  અમદાવાદ , ૧૫ જુલાઈ: Gandhinagar to Varanasi new train: પશ્ચિમ રેલ્વે ગાંધીનગર કેપિટલ અને વારાણસી વચ્ચે નવી સ્પેશિયલ ટ્રેન તથા ગાંધીનગર કેપિટલ અને વરેઠા વચ્ચે મેમુ ટ્રેનની શરૂઆત કરશે પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝ મુજબ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 04274/04273 ગાંધીનગર કેપિટલ-વારાણસી સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ (સાપ્તાહિક)

 તેની ઉદ્ઘાટન સેવા રૂપે ટ્રેન નંબર 09468 ગાંધીનગર કેપિટલ – વારાણસી સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ(Gandhinagar to Varanasi new train) શુક્રવાર, 16 જુલાઈ, 2021 ના રોજ ગાંધીનગર કેપિટલ થી 16.50 કલાકે પ્રસ્થાન કરશે અને શનિવાર, 17 જુલાઈ, 2021 ના ​​રોજ 17.40 કલાકે વારાણસી પહોંચશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, ઝાંસી, ગોવિંદપુરી અને પ્રયાગરાજ સ્ટેશનો પર રોકાશે.

 તેની નિયમિત સેવા રૂપે ટ્રેન નંબર 04274 ગાંધીનગર કેપિટલ – વારાણસી સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી (Gandhinagar to Varanasi new train) દર ગુરુવારે 23.15 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 23.30 કલાકે વારાણસી પહોંચશે. આ ટ્રેન 22 જુલાઈ, 2021 થી નિયમિત રૂપે દોડશે. તે જ રીતે પરત દિશામાં ટ્રેન નંબર 04273 વારાણસી – ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ વારાણસીથી દર બુધવારે 15.15 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 15.20 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે. આ ટ્રેન 21 જુલાઈ, 2021 થી નિયમિત રૂપે દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, ઝાંસી, ગોવિંદપુરી અને પ્રયાગરાજ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચનો સમાવેશ રહેશે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે.

ટ્રેનનંબર 09497/09498 ગાંધીનગરકેપિટલ – વરેઠામેમુ (અઠવાડિયામાં 6 દિવસ) (અનારક્ષિત)

 તેની ઉદઘાટન સેવા રૂપે ટ્રેન નંબર 09499 ગાંધીનગર કેપિટલ – વરઠા અનારક્ષિત મેમુ શુક્રવાર, 16 જુલાઇ, 2021 ના ​​રોજ ગાંધીનગર કેપિટલથી 16.50 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 20.40 કલાકે વરેઠા પહોંચશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલીયાસન, જગુદાન, મહેસાણા, રંડાલા, પુદ્ગમ ગણેશપુરા, વિસનગર, ગુંજા, વડનગર અને ખેરાલુ સ્ટેશનો પર રોકાશે.

Railways banner

 તેની નિયમિત સેવા રૂપે ટ્રેન નંબર 09497 ગાંધીનગર કેપિટલ – વરઠા અનારક્ષિત મેમુ શનિવાર સિવાય દરરોજ ગાંધીનગર કેપિટલથી 18.00 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 21.25 કલાકે વરેઠા પહોંચશે. આ ટ્રેન 18 જુલાઈ, 2021 થી નિયમિત રૂપે દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09498 વરેઠા – ગાંધીનગર કેપિટલ અનારક્ષિત મેમુ રવિવાર સિવાય દરરોજ વરેઠાથી 06.40 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 10.00 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે. આ ટ્રેન 17 જુલાઈ, 2021 થી નિયમિત રૂપે દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલીયાસન, જગુદાન, મહેસાણા, રંડાલા, પુદ્ગમ ગણેશપુરા, વિસનગર, ગુંજા, વડનગર અને ખેરાલુ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન અનારક્ષિત ટ્રેન તરીકે દોડશે.

ટ્રેન નંબર 04274 ની વિસ્તૃત ટ્રિપ્સનું બુકિંગ 18 જુલાઈ, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

આ પણ વાંચો…Ayurvedic treatment: કોરોના મહામારીમાં લોકો આયુર્વેદિક તરફ પાછા વળ્યા

મુસાફરો ટ્રેનોના સ્ટોપેજ, સંચાલનનો સમય, સંરચના, આવર્તન અને સંચાલનના દિવસોની વિસ્તૃત માહિતી માટે મુસાફરો  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે. નોંધનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં ફક્ત કનફર્મ ટિકિટવાળા મુસાફરોને જ ટ્રેન નંબર 04274/04273 માં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.