gold 1

fake hallmarked: હવે તો હદ થઇ…આ શહેરમાં બનાવટી હોલમાર્કના આટલા કરોડ રૂપિયાની કિંમતના દાગીના જપ્ત- જાણો વિગત

fake hallmarked: બ્યુરો ઑફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ (BIS)એ અંધેરીની એક કંપની પર છાપો મારીને બનાવટી હોલમાર્ક સ્ટૅમ્પ સાથેના 3 કરોડ 35 લાખ રૂપિયાની કિંમતના 714 ગ્રામના દાગીના જપ્ત કર્યા

બિઝનેસ ડેસ્ક, 16 જુલાઇઃ fake hallmarked: કેન્દ્ર સરકારે દેશભરમાં સોનાના દાગીના પર હોલમાર્ક ફરજિયાત કર્યું છે, ત્યારે બનાવટી હોલમાર્ક કરેલા દાગીના પણ બજારમાં આવી ગયા છે. બ્યુરો ઑફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ (BIS)એ અંધેરીની એક કંપની પર છાપો મારીને બનાવટી હોલમાર્ક સ્ટૅમ્પ સાથેના 3 કરોડ 35 લાખ રૂપિયાની કિંમતના 714 ગ્રામના દાગીના જપ્ત કર્યા હતા.

મળેલ માહિતી મુજબ અંધેરી(પૂર્વ)માં મિસ્ત્રી ઇન્ડસ્ટ્રિયલ કૉમ્પ્લેક્સમાં 24 નંબરના યુનિટમાં આવેલી એક ખાનગી કંપની દ્વારા સોનાનાં ઘરેણાં પર હોલમાર્કના બનાવટી સ્ટૅમ્પ મારવામાં આવી રહ્યા હતા. એની ટિપ મળતાં જ BIS દ્વારા આ કંપની પર છાપો મારવામાં આવ્યો હતો. લગભગ 714 ગ્રામના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. જુદા જુદા ઝવેરીઓની દુકાનમાંથી આ દાગીના અહીં હોલમાર્ક માટે લાવવામાં આવ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે ગેરકાયદે રીતે BISના સિમ્બૉલનો ઉપયોગ કરવો ગુનો છે. એ માટે બે વર્ષની જેલની સજા અને બે લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ jio user in gujarat: જિયોના ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 3.60 લાખ ગ્રાહકો વધ્યા- ટ્રાઈ