Virat Kohli Tests 1 edited

ટી20માં ઇગ્લેન્ડ સામે શાનદાર દેખાવ બદલ વિરાટ કોહલી(Virat Kohli)ને મળ્યું આ ઇનામ, આ સાથે જ ટોપ રેન્કિંગમાં આવતા ખેલાડી રહી ગયો..!

Virat Kohli

સ્પોર્ટ્સ ડેસ્ક, 24 માર્ચઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં દમદાર બેટિંગ કરી હતી. હવે આઈસીસી ટી20 રેન્કિંગમાં કોહલી(Virat Kohli)ને ફાયદો થયો છે. આઈસીસીએ જાહેર કરેલા તાજા રેન્કિંગમાં કોહલી એક સ્થાનના ફાયદા સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. પાંચ મેચોની સિરીઝ દરમિયાન વિરાટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે સિરીઝમાં ત્રણ અડધી સદી ફટકારી હતી. 

ADVT Dental Titanium

24 માર્ચ એટલે કે બુધવારે આઈસીસીએ ટી20 બેટ્સમેનોની તાજા રેન્કિંગ જાહેર કરી છે. આ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન એક સ્થાનના સુધાર સાથે ટોપ-4માં આવી ગયો છે. તો સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરનાર કેએલ રાહુલને રેન્કિંગમાં નુકસાન થયું છે. વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સિરીઝમાં 115ની એવરેજથી કુલ 231 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદી ફટકારી અને તેનો બેસ્ટ સ્કોર 80 રન રહ્યો. તો ટી20 સિરીઝમાં રાહુલ એક વખત બે આંકડાના સ્કોરમાં પહોંચી શક્યો હતો. 

આઈસીસીના તાજા રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન 892 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તો બીજા સ્થાને 830 પોઈન્ટ સાથે આરોન ફિન્ચ છે, બાબર આઝમ (801) ત્રીજા સ્થાને છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (762) ચોથા અને રાહુલ (743) પાંચમાં સ્થાને છે. 

આ પણ વાંચો…

હાલના સમયમાં આ રાશિના જાતકોએ ખૂબ પાણી પીવાની જરુર છે, જાણો શું છે કારણ- ટેરોકાર્ડ (Tarotcard) રિડર પુનિલ લુલ્લા પાસેથી