Covid positive

women corona positive: લંડનની ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવેલી વડોદરાની યુવતીને કોરોના પોઝિટિવ

women corona positive: પોઝિટિવ આવનાર યુવતી વડોદરાની હોવાનું જાણવા મળ્યું છે.વધુ તપાસ માટે હાલ તેનું સેમ્પલ પુણે ખાતે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યું છે

અમદાવાદ, 04 ડિસેમ્બરઃ women corona positive: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પગલે વિદેશથી આવતા મુસાફરોના અમદાવાદ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર શુક્રવારે મોડી રાત્રે લંડનની ફ્લાઈટમાં આવેલી યુવતીનો કોરોના ટેસ્ટ કરવામાં આવતાં પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ આવનાર યુવતી વડોદરાની હોવાનું જાણવા મળ્યું છે.વધુ તપાસ માટે હાલ તેનું સેમ્પલ પુણે ખાતે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યું છે.

હાલમાં આ યુવતીને કરમસદ મેડિકલ હોસ્પિટલમાં વધુ તપાસ માટે દાખલ કરવામાં આવી છે. જ્યારે ફ્લાઈટમાં આવેલા અન્ય પ્રવાસીઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તે નેગેટિવ આવતાં તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ યુવતીની વધુ માહિતી મેળવી અને ટ્રાવેલ હિસ્ટ્રી અંગે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Omicron variant in gujarat: ઝિમ્બાબ્વે થી જામનગર આવેલા વ્યક્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો, આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું

લંડનથી આવેલી એક યુવતીનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં બાદ આ જ ફ્લાઈટના અન્ય મુસાફરોના કરવામાં આવેલા RTPCR ટેસ્ટમાં નેગેટિવ આવતાં કેન્દ્રના આરોગ્ય વિભાગની ગાઈડલાઈન પ્રમાણે નેગેટિવ આવેલા તમામ મુસાફરોએ સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. તે પછી તેમનો ફરીએક વાર RTPCR ટેસ્ટ કરવવાનો રહેશે અને તેની જાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે.

શુક્રવારે લંડનથી અમદાવાદ આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (women corona positive) આવતા તંત્રની ચિંતા વધી છે. હાલ આ પ્રવાસીને ક્વૉરન્ટીન કરી દેવાઈ છે. આ સાથે જ તેની આસપાસમાં બેઠેલા મુસાફરોને પણ કેન્દ્ર સરકારની ગાઇડલાઈન પ્રમાણે તમામ નિયમો પાળવાની સૂચના આપી દેવામાં આવી છે. ઓમિક્રોન વેરિઅન્ટને લઈને હાલ અમદાવાદ તંત્ર સજ્જ બન્યું છે. એરપોર્ટ પર આંતરાષ્ટ્રીય ફલાઈટમાં આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાઇરિસ્ક વાળા 11 દેશમાંથી આવતા લોકોના ફરજીયાત ટેસ્ટિંગ થઈ રહ્યા છે.

Whatsapp Join Banner Guj