Omicron variant in gujarat: ઝિમ્બાબ્વે થી જામનગર આવેલા વ્યક્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો, આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું

Omicron variant in gujarat: ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયા બાદ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આરોગ્ય પ્રધાન સાથે ત્વરિત બેઠક બોલાવવામાં આવી

જામનગર, 04 ડિસેમ્બરઃ Omicron variant in gujarat: ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે ગુજરાત આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યું હતું.

આજે આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે, જ્યારે જામનગર શહેરમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાતાં મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી છે.

આ પણ વાંચોઃ 7 year old boy got corona vaccine in israel: ગુજરાતના આ પરિવારે પોતાના 7 વર્ષના બાળકને ઈઝરાયેલ જઇ કોરોનાની રસી મુકાવી- વાંચો વિગત

ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયા બાદ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આરોગ્ય પ્રધાન સાથે ત્વરિત બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઓમિક્રોન વેરિઅન્ટના ખતરાને પહોંચી વળવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને વિદેશથી આવેલા પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જામનગરની ડેન્ટલ કોલેજમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 4 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો, એમાંથી એકને ઓમિક્રોન વેરિયન્ટ ડિટેક્ટ થયો છે. 1 તારીખે સેમ્પલ જીનોમ માટે મોકલવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj