DV Patel dilip kumar part 10

Dilip kumar Professionalism: દિલીપકુમાર- મધુબાલા

Dilip kumar Professionalism: શાહરૂખ ખાને પહેલી જ વાર કબૂલ કર્યું કે, “મેં દેવદાસ’નો રોલ કર્યો તે મારી ભૂલ હતી,’ વાત સાચી છે, ‘દેવદાસ’ ફિલ્મ ત્રણ વાર બની, પરંતુ જે ફિલ્મમાં દિલીપકુમાર દેવદાસ બન્યા તે તેમનો લાજવાબ રોલ હતો, તાજેતરમાં જ ‘બોલિવૂડ ટોપ ૨૦ સુપર સ્ટાર્સ ઓફ ઇન્ડિયા’ નામનું ભાઈચંદ પટેલ દ્વારા સંકલિત કરાયેલું એક સુંદર પુસ્તક પેન્ડિયન બુક્સ ઓફ ઇન્ડિયાએ પ્રગટ કર્યું છે, તેમાં દિલીપકુમારના જીવન વિશે રોચક વિગતો પ્રકાશમાં લાવવામાં આવી છે.

યુસુફ ખાન અને કેન્ટિન

દિલીપકુમારનું અસલી નામ યુસુફ ખાન છે, તેમના પિતાનું નામ ગુલામ સરવર ખાન છે, નાનકડા યુસુકે તેમની કારકિર્દીની શરૂઆત પૂર્ણની આર્મીની કેન્ટિનમાં નોકરી દ્વારા શરૂ કરી હતી, તે વખતે તેમનો માસિક પગાર રૂા, ૩૬ હતો. હિસાબ રાખવાનું કામ તેઓ કરતા હતા. દરમિયાન દેશમાં રેશનિંગ આવી જતાં કેન્ટિન બંધ થઈ ગઈ હતી.

‘હવે શું કરવું ? ‘તેવી ગડમથલ સાથે તેઓ ફરતા હતા. તેમના પિતાને ફળનો વેપાર હતો. એકવાર તેઓ પિતા સાથે ફળ ખરીદવા નૈનિતાલ ગયા હતા. એ વખતે બન્યું એવું કે નૈનિતાલમાં એક ફિલ્મનું શુટિંગ ચાલતું હતું. ૧૯૪૪ની સાલ હતી. દેવીકારાણી ‘વારભાટા’ નામની ફિલ્મ માટે દિગ્દર્શક તરીકે અમીય ચક્રવર્તી સાથે લોકેશન જેવા નૈનિતાલ આવેલાં હતાં. એ દરમિયાન દેવીકારાણીના પતિ હિમાંશુ રાયનું અચાનક અવસાન થઈ ગયું. યુસુફને ખબર નહોતી કે દેવીકારાણી કોણ છે? એવામાં દેવીકારાણીને યુસુફની આંખોમાં એક ઊગતો કલાકાર દેખાયો. દેવીકારાણીએ યુવાન યુસુફને પૂછ્યું, “તુ ફિલ્મમાં કામ કરવા માગે છે?”

યુસુફે હા પાડી. દેવીકારાણીએ યુસુફને મુંબઈ આવી તેમની મલાડ ખાતેની ઓફિસે મળવા કહ્યું, મલાડમાં તેમની બૉમ્બે ટોકીઝ નામની કંપનીની ઓફિસ હતી. પુસુફ પહેલી જ વાર દેવીકારાણીને મળવા ગયો ત્યારે કાંઈ જ આશાસ્પદ જણાયું નહીં. પહેલી મુલાકાતમાં કોઈ નક્કર પરિણામ ન આવતાં યુસુફે મુંબઈમાં ચાના સ્ટોલ્સ શરૂ કરવા વિચાર્યું. એવામાં એક દિવસ દેવીકારાણીની ઑફિસમાંથી ફોન આવ્યો. યુસુફ ફરી દેવીકારાણીને મળવા ગયો, બોમ્બે ટોકીઝે યુસુફ સાથે મહિને રૂા. પ૦૦ના પગારથી તેમની ફિલ્મોમાં કામ કરવા કોન્ટ્રાક્ટ કર્યો. દર વર્ષે રૂા. ૨૦૦નો વેતનધારો આપવાનું નક્કી કર્યું. પિતા ગુસ્સે થયા

યુસુફના પિતા ગુલામ સરવર ખાનને નૌટંકીવાલાઓ માટે બહુ માન નહોતું. ફિલ્મના એક્ટર્સ પણ ગમતા નહોતા. તેઓ તેમને કંજર્સ અર્થાત્ પીપ કહેતા. મજાની વાત એ હતી કે પૃથ્વીરાજ કપૂરના પિતા દીવાન બસેશ્વરનાથ કપૂર ગુલામ સરવર ખાનના મિત્ર હતા અને દીવાન બસેશ્વરનાથ કપૂરે તેમના પુત્ર પૃથ્વીરાજ કપૂરને ફિલ્મોમાં કામ કરવા આપેલી પરવાનગી માટે તેઓ પૃથ્વીરાજ કપૂરના પિતા પર હંમેશાં વ્યંગ કરતા. યુસુફને પણ ડર હતો કે તેમના પિતા તેમને ફિલ્મોમાં કામ કરવાની મંજૂરી કદી આપશે નહીં. યુસુફના પિતા પૃથ્વીરાજના પિતાને ‘કંજરનો બાપ’ કહી કટાક્ષ કરતા હતા. એક દિવસ યુસુફની તસવીર મુંબઈના એક ફિલ્મી મેગેઝિનમાં પ્રગટ થઈ. પૃથ્વીરાજ કપૂરના પિતાએ મૅગેઝિન લઈ ગુલામ સરવર ખાનની દુકાને ગયા અને તેમની સમક્ષ મેગેઝિન મૂકતાં કહ્યું, બોલ હવે મંદરનો બાપ કોલ છે ?” ગુલામ સરવર ખાનને લાગ્યું કે તેમના પુત્રએ તેમને અપમાનિત પરિસ્થિતિમાં મુકી દીયા છે.

યુસુફ ખાનવે દિલીપકુમાર બની ગયા. એક જમાનાનો શરમાળ છોકરા પોતાની બાહોમાં અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરતો દેશનો રોમેન્ટિક હીરો બની ગયો દિલીપકુમાર પાસે સાહજિકઅભિનય અને ગજબની ડાયલોગડિલિવરીની ક્ષમતા હતી.

પ્રથમપ્રેમ કામિની કીરાલ

દિલીપકુમારના જીવનમાં અનેક સ્ત્રીઓ આવી, પરંતુ તેઓ હંમેશાં હ્રદયથી એકાકી રહ્યા. ઘણા ઓછા લોકો એ વાત લે છે કે દિલીપકુમારે કોઈને દિલથી સાચો પ્રેમ કર્યો હોય તો તે કામિની કૌશલ હતાં. કમનસીબે તેઓ બંને અલગ થઈ ગયાં. એ વખતે દિલીપકુમાર ભાંગી પડ્યા હતા. વિચલિત થઈ ગયા હતા. એમના સમયમાં દિલીપકુમાર અને કામિની કૌશલની બેડી ‘હોટ’ પણ ગણાતી. કામિની કૌશલ અને દિલીપકુમારે જે ચાર ફિલ્મોમાં કામ કર્યું તે તમામ (૧) નર્દિથી કે પાર (૨) શહીદ (૩) શબનમ અને (૪) આ હીટ રહી હતી. સ્ક્રીન પર બંનેની છેડી કમાલની લાગતી હતી. સ્ક્રીન પારનો રોમાન્સ તેમની રિયલ લાઇફમાં પણ પ્રવેશ્યો હતો. કામિની કૌશલનું અસલી નામ ઉમા કશ્યપ હતું.

તેઓ મસૂરીની બ્યૂટી સ્પર્ધામાં જીતેલાં ‘મિસ મસૂરી’ હતાં. ચેતન આનંદે તેમને કામિની કૌશલ નામ આપી તેમની ફિલ્મ ‘નીચા નગર’ (૧૯૪૬)માં મુખ્ય ભૂમિકા આપી હતી. આ ફિલ્મને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો હતો. કોઈ પણ પ્રથમ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવનારી આ પ્રથમ ભારતીય ફિલ્મ હતી. એક ઊગતા કલાકાર તરીકે કામિની કૌશલની પહેલી મુલાકાત યુસુફ સાથે ‘નદિયાં કે પાર’ના સેટ પર થઇ હતી. આ ફિલ્મમાં દિલીપકુમારે હીરોની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મને જબરદસ્ત સફળતા મળી હતી. એ દરમિયાન બેઉ એકબીજાની નજીક આવ્યાં હતાં, પરંતુ બન્યું એવું કે કામિની કૌશલનાં મોટાં બહેનનું અવસાન થતાં કામિની કૌશલે તેમના જાજી સાથે લગ્ન કરવું પડ્યું.

એ લગ્ન કરવાનું કારણ પણ એ હતું કે અચાનક અવસાન પામેલાં તેમનાં મોટાં બહેનને નાનાં નાનાં બાળકો હતાં. એ બાળકોને સાચવવાં અને મોટાં કરવાના હિતમાં તેમણે આ નિર્ણય લીધો હતો. અલબત્ત, આ લગ્ન પહેલાં દિલીપકુમાર અને કામિની કૌશલ એકબીજાના પ્રેમમાં ડૂબી ગયાં હતાં, પરંતુ મોટા બહેનનું અવસાન થતાં તેમનાં નાનાં બાળકોના ઉછેર માટે પરિવાર તરફથી ભારે દબાણ થતાં કામિની કૌશલે દિલીપકુમારને છોડીને જીજાજી સાથે લગ્ન કર્યાં હતાં. દિલીપકુમાર દુઃખી થઈ ગયા હતા.

Dilip Kumar Biography Details Bitter Break-Up With Madhubala

મધુબાલા

કામિની કૌશલ સાથેના બંધમંગથી ભાગી પડેલા કીપલ્મોના ના વ બાલાનો પ્રવેશ કર્યો. ૧૯૫૧માં નાના કિમના સેટ પર તેમને પ્રથમ મિલન થયું અને મધુબાલાએ પોતાનો અનહદ પ્રેમ આપી દિલીપકુમારનો ગુખ ભૂલાવી દો. એવી છે કે બાલાએ જતેની હેર સર સાથે એક લાલ ગુલાબ દિલી ખાન મોમ્બાબ હતું. લાલ ગુલાબની સાથે ઉમાં લખેલી એકચિ પણ બોલાવીહતી કે માથામ લખ્યું હતું, “તમે મને ચાહતા હોયતો જ આ લાલ ગુલાબસ્વીકાર છે ”

દિલીપકુમાર આ પરિસ્થિતિ માટે સ૪૪ નહોતા, પરંતુ સુખદ આર્ષ સાથે ગૌરવપુર્ણ રીતે તેમણે એ ગુલાબનો સ્વીકાર કર્યો હતો. અલબત્ત, એ સાથે જ ત એવી હતી કે એ જ સમયે મધુબાલા એ વખતના એક્ટર પ્રેમનાથ સાથે પણ બીમારી રમતાં હતાં. પ્રેમનાય બાદલ’ (૧૯૫૧) નામની ફિલ્મમાં તેમની સાથે કામ કરેની ખેતી પ્રેમનાથ ને દિલીપકુમાર મિત્ર હતા. તેમની સાથે મધુબાલાના રોમાન્સની વાતની ખબર પડતાં તેઓ પ્રેમથી ખસી ગયા હતા.

મતભેદો સર્જાયા

દિલીપકુમાર અને મધુબાલાના ભરપૂર પ્રેમની ખબર પડતાં જ મધુબાલાના પિતા અતૌલા ખાનની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેમને ડર હતો કે મધુબાલા દિલીપકુમાર સાથે જતી રહેશે તો પરિવારનું ભરણપોષણ કોણ કરશે ? ઘરમાં ૧૧ જેટલાં તો બાળકો હો આર્થિક અસલામતીના ભયે પિતાએ મધુબાલાને દિલીપકુમાર સાથે બુન્દી (મધ્યપ્રદેશ) ખાતે આઉટડોર ફિલ્મ શટિંગ માટે જવા પરવાનગી આપી નહીં. એ વખતે બી આમે ચોપરા દિલીપકુમાર અને મધુબાલાને લઈને ‘નયા દૌર’ (૧૯૫૭) ફિલ્મ બનાવી રહ્ય હતા. પરિણામ એ આવ્યું કે બી. આર. ચોપરાએ મધુબાલાને બદલે વૈજ્યંતિમાલાને લેવી પડ્યાં.

મધુબાલા સામે બી. આર. ચોપરા કોર્ટમાં ગયા. કોર્ટમાં દિલીપકુમારે તેમની જ પ્રેયસી મધુબાલા સામે બી. આર. ચોપરાના સાક્ષી તરીકે સાક્ષીના પાંજરામાં આવવું પડ્યું. એ પાંજરામાં જ તેમણે કહ્યું, ‘હું મધુબાલાને ચાહું છું અને જિંદગીભર ચાહતો રહીશ.” પરંતુ તેમની જુબાની બી. આર. ચોપરાની તરફેણમાં રહી. આ તેમનું પ્રોફેશનશ્ચિમ હતું. વ્યક્તિગત લાગણીઓ અને દુશ્મનાવટને બાજુાં રાખી પોતાના વ્યવસાયને વફાદાર રહી કામ કરવું, તેને પ્રોફેશનલિઝમ કહે છે. મધુબાલાની અપેક્ષા મુજબ દર બાબતે તેઓ કોર્ટમાં મધુબાલાને મદદરૂપ થાય તેવું કાંઈ જ બોલ્યા નહીં. પરંતુ મધુબાલાના પ્રોફેશનાલિઝમનો પણ ટેસ્ટ થયો.

‘નયા દોર’ના વિવાદ પછી ‘મોગલે આઝમ’ (૧૯૬૦) ફિલ્મમાં બંનેએ સાથે કામ કરવાનું આવ્યું. એ વખતે મધુબાલા અને દિલીપકુમાર વચ્ચે વાત કરવાના પણ સંબંધો નહોતા. છતાં બંનેએ આ ઐતિહાસિક ફિલ્મમાં પ્રણયનાં સુંદર અને ઉત્કૃષ્ટ દૃશ્યોમાં પ્રેમની આબેહૂબ ભૂમિકા અદા કરી.

બે બે શ્રેષ્ઠ અભિનેત્રીઓ સાથેના પ્રણયભંગ બાદ ૧૯૬૦ના વર્ષમાં દિલીપકુમાર વહીદા રહેમાન સાથે લગ્ન કરી જીવનમાં સ્થિરતા લાવવા માગતા હતા. દિલીપકુમારને વહીદા રહેમાનની ગંભીરતા અને સુસંસ્કૃત વર્તન ગમતાં હતાં. દિલીપકુમાર વહીદા રહેમાન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે તે પહેલા સાયરાબાનુ તેમની જિંદગી પર છવાઈ ગયાં. સાયરાબાનુ નસીમબાનુનાં પુત્રી હતાં. તેમણે ખૂબ જ ઉતાવળથી અને ખૂબ જ ચાલાકીપૂર્વક દિલીપકુમારના ઘરે સાયરાબાનુના સગપણનો પ્રસ્તાવ મોકલી આપ્યો અને બંનેને પરણાવી દીધાં.

નોંધ: આ આર્ટિકલ લખવામાં આવ્યો ત્યારે દિલીપ કુમાર હયાત હતા.

આ પણ વાંચોઃ GTU Wins Gold Medal: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ સોફ્ટ ટેનિસ ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

Gujarati banner 01