Zaverilal Mehta Passed Away: ગુજરાતના વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું થયું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
Zaverilal Mehta Passed Away: ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના અવસાનના સમાચાર અત્યંત દુઃખદઃ પીએમ મોદી
અમદાવાદ, 28 નવેમ્બરઃ Zaverilal Mehta Passed Away: ગુજરાતી પત્રકારત્વ જગતમાંથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. હકીકતમાં, વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું નિધન થઈ ગયું છે. તેમનું નિધન પત્રકારત્વ ક્ષેત્ર માટે એક મોટી ખોટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઝવેરીલાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ લાંબી અને વિશિષ્ટ કારકિર્દીમાં ફોટો જર્નાલિઝમના ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કર્યું. પ્રધાનમંત્રીૉએ પોસ્ટ કર્યું હતું “ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. અખબાર જગતમાં લાંબી કારકિર્દી દરમિયાન ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…ૐ શાંતિ…!!”
આ પણ વાંચો… Free Visa Service: આ દેશમાં જવા માટે હવે વિઝાની જરૂર નહીં પડે, વડાપ્રધાને કરી જાહેરાત…