CWG 2022

CWG 2022: ટેબલ ટેનિસમાં મળ્યો ગોલ્ડ, મહિલા ક્રિકેટમાં સિલ્વર, આ સાથે ભારતે જીત્યા 55 મેડલ

CWG 2022: ટેબલ ટેનિસની મિક્સ ડબલ્સની ઈવેન્ટમાં ફાઈનલમાં ભારતીય જોડી જીતી. શરથ કમલ અને શ્રીજા અકુલાએ મલેશિયાની જોડીને હરાવીને આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

સ્પોર્ટ્સ ડેસ્ક, 08 ઓગષ્ટઃ CWG 2022: ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગેમ્સના 10માં દિવસે (રવિવારે) ભારતે કુલ 15 મેડલ પોતાના નામે કર્યા. જેમાં પાંચ ગોલ્ડ, ચાર સિલ્વર, છ બ્રોન્ઝ સામેલ હતા. ટેબલ ટેનિસ અને બેડમિન્ટનમાં ભારતીય ખેલાડીઓએ ફાઈનલમાં પહોંચીને મેડલ કન્ફર્મ કર્યા છે. 

શરથ કમલ-શ્રીજા અકુલાએ ગોલ્ડ જીત્યો
ટેબલ ટેનિસની મિક્સ ડબલ્સની ઈવેન્ટમાં ફાઈનલમાં ભારતીય જોડી જીતી. શરથ કમલ અને શ્રીજા અકુલાએ મલેશિયાની જોડીને હરાવીને આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. તેમણે મલેશિયન જોડી જવેન ચુંગ અને કરેન લાયનને 11-4,09-11, 11-5, 11-6થી હરાવી. બીજી બાજુ અચંત શરથ કમલ મેન્સ સિંગ્લ્સની ફાઈનલમાં પહોંચીને અન્ય એક મેડલ પણ કન્ફર્મ કરી ચૂક્યા છે. 

ફાઈનલમાં મહિલા ટીમની હાર, સિલ્વર મેડલ મળ્યો
પહેલીવાર ક્રિકેટ કોમનવેલ્થ ગેમ્સમાં સામેલ થયું. મહિલા ક્રિકેટની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયન ટીમ આમને સામને હતી. ગઈ કાલે રમાયેલી ફાઈનલ રોમાંચક બની ગઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ 9 રને ભારતને હરાવીને સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે ભારતને સિલ્વર મેડલ મળ્યો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા ભારતને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં 152 રનમાં ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન હરમનપ્રીત કૌરે બનાવ્યા. તેમણે 43 બોલમાં 65 રન કર્યા.

આ પણ વાંચોઃ CM joined the Triranga Yatra: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાઇ તિરંગા યાત્રા

બોક્સિંગમાં ચાર મેડલ
બોક્સિંગમાં સૌથી પહેલા નીતુ ઘંઘસ, અમિત પંઘલ, નિકહત ઝરીને ગોલ્ડ જીત્યા. જ્યારે સાગર મહલાવત બોક્સિંગની ફાઈનલમાં હારતા સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો. 

એથલેટિક્સમાં પણ મેડલ
મેન્સ ટ્રિપલ જંપમાં ડબલ સફળતા મળી. એલ્ડહોસ પોલે ગોલ્ડ અને અબ્દુલ્લા અબુબકરે સિલ્વર મેડલ જીત્યા. જ્યારે વુમેન જેવલિન થ્રોમાં અન્નુ રાનીએ બ્રોન્ઝ જીત્યો. આ ઉપરાંત 10 મીટર વોકમાં સંદીપકુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો. 

ભારતીય હોકી ટીમને બ્રોન્ઝ
ભારતીય મહિલા હોકી ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી એક રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. મહિલા હોકી ટીમે 16 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં કોઈ મેડલ જીત્યો છે. બીજી બાજુ દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલે પણ સ્કવોશમાં બ્રોન્ઝ જીત્યો. બેડમિન્ટનમાં કીદાંબી શ્રીકાંતે મેન્સ સિંગલ્સમાં જ્યારે ગાયત્રી અને ત્રિશા જોલીએ વુમેન્સ ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યા. 

મેડલ ટેલીમાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ
ભારતીય ટીમે 10માં દિવસે કુલ 15 મેડલ જીત્યા પરંતુ આમ છતાં હજુ મેડલ ટેલીમાં પાંચમા નંબરે છે. ભારતને અત્યાર સુધીમાં 18 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા ટોપ પર છે જ્યારે  બીજા નંબરે મેજબાન ઈંગ્લેન્ડ છે. કેનેડા ત્રીજા નંબરે અને ન્યૂઝીલેન્ડ ચોથા નંબરે છે. 

આ પણ વાંચોઃ Putrada ekadashi:આજે પુત્રદા એકાદશી અને શ્રાવણ સોમવાર, આ એકાદશીએ સંતાન સુખ અને સંતાનના સૌભાગ્યની કામના સાથે વ્રત કરવામાં આવે છે

Gujarati banner 01