lord vishnu

Putrada ekadashi:આજે પુત્રદા એકાદશી અને શ્રાવણ સોમવાર, આ એકાદશીએ સંતાન સુખ અને સંતાનના સૌભાગ્યની કામના સાથે વ્રત કરવામાં આવે છે

Putrada ekadashi: જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. જે લોકો વ્રત કરે છે, તેમને સિઝનલ ફળ ભેટ કરો. મંદિરમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે મીઠાઈનો ભોગ ધરાવો અને ભક્તોને પણ આપો

ધર્મ ડેસ્ક, 08 ઓગષ્ટઃ Putrada ekadashi: આજે 8 ઓગસ્ટના રોજ એટલે આજે શ્રાવણ સોમવાર અને શ્રાવણ મહિનાના સુદ પક્ષની એકાદશી છે. જેને પુત્રદા અને પવિત્ર એકાદશી કહેવામાં આવે છે. શ્રાવણ સોમવાર અને એકાદશીના યોગને કારણે આ વ્રતનું મહત્ત્વ વધી ગયું છે. આ એકાદશીએ સંતાન સુખ અને સંતાનના સૌભાગ્યની કામના સાથે વ્રત કરવામાં આવે છે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે જે લોકો એકાદશીએ વ્રત કરે છે, તેમણે આખો દિવસ નિરાહાર રહેવું. નિરાહાર રહેવું એટલે અનાજનું સેવન કરવું નહીં. વ્રત કરનાર વ્યક્તિએ ફળાહાર કરવું જોઈએ, દૂધનું સેવન કરી શકાય છે. સાથે જ વિષ્ણુજીની વિધિવત પૂજા કરવી જોઈએ. બારસ તિથિ એટલે એકાદશીના બીજા દિવસે સ્નાન કર્યા પછી વિષ્ણુ પૂજા કરી શકાય છે, બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે અને પછી વ્રતીએ ભોજન કરવું. આ પ્રકારે એકાદશી વ્રત પૂર્ણ થાય છે.

આ પણ વાંચોઃ Bhadrvi mahamedo: 5થી 10 સપ્ટેમ્બરના રોજ અંબાજીમાં ભાદરવી મહામેળાનું આયોજન

જો વ્રત કરી શકો નહીં તો કેવા-કેવા શુભ કામ કરવાં?

  • ઘણાં લોકો એવા છે જેઓ ઇચ્છા હોવા છતાંય સ્વાસ્થ્યના કારણે કે વધારે ઉંમરના કારણે વ્રત કરી શકતાં નથી. થોડાં લોકો ઇચ્છાશક્તિની ખામીના કારણે વ્રત કરી શકતાં નથી, થોડા લોકો આખો દિવસ ભૂખ્યા રહી શકતાં નથી. આવા લોકોએ વિષ્ણુજીની પૂજા વિધિવત કરવી જોઈએ. તેના માટે કોઈ બ્રાહ્મણની મદદ લઈ શકાય છે.
  • ધ્યાન રાખો એકાદશીએ ચોખાનું સેવન ટાળવું જોઈએ. બીજા દિવસે એટલે બારસના દિવસે ચોખા ખાઈને આ વ્રત પૂર્ણ કરી શકાય છે. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરવી. કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ કરો, તેના માટે ધનનું દાન કરો.
  • જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. જે લોકો વ્રત કરે છે, તેમને સિઝનલ ફળ ભેટ કરો. મંદિરમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે મીઠાઈનો ભોગ ધરાવો અને ભક્તોને પણ આપો. આ તિથિએ સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો અને પરિક્રમા કરો. આ તિથિએ ભગવાન શ્રીકૃષ્ણનો કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો જોઈએ. કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
  • 8 ઓગસ્ટના રોજ એટલે આજે શ્રાવણ સોમવાર પણ છે તો આ દિવસે શિવલિંગ ઉપર જળ-દૂધ ચઢાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બીલીપત્ર, ધતૂરો, આંકડાના ફૂલ, ચંદન વગેરે શુભ સામગ્રીઓ ભગવાનને ચઢાવો. સિઝનલ ફળ અને મીઠાઈનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.

આ પણ વાંચોઃ Kejriwal’s announcement in Gujarat: આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતની જનતાને મળશે આ લાભ, દિલ્હીના CMની મોટી જાહેરાત- વાંચો વિગત

Gujarati banner 01