Team India

ICC U19 World Cup 2024: સાઉથ આફ્રિકાને હરાવી 9મી વખત ફાઈનલમાં પહોંચ્યું ભારત, જાણો કઈ ટીમ સાથે ટકરાશે

ICC U19 World Cup 2024: ભારત સૌથી વધુ પાંચ વખત આ ટૂર્નામેન્ટનું ચેમ્પિયન બન્યું છે

ખેલ ડેેસ્ક, 07 ફેબ્રુઆરીઃ ICC U19 World Cup 2024: સાઉથ આફ્રિકામાં આ દિવસો અંડર-19 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. ટૂર્નામેન્ટમાં ભારતની યુવા ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. આ કડીમાં વર્લ્ડકપની રોમાંચક સેમીફાઈનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને બે વિકેટથી હરાવી દીધું છે.

આ જીત સાથે ભારતીય ટીમ સતત પાંચમી અને ઓવરઓલ 9મી વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે આજે રમનારી બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા કે પાકિસ્તાનમાંથી જે ટીમ જીતશે તે ટીમ રવિવારે ફાઈનલમાં ભારતીય ટીમ સાથે ટકરાશે.

ઉલ્લેખનીય છે કે ભારત સૌથી વધુ પાંચ વખત આ ટૂર્નામેન્ટનું ચેમ્પિયન બન્યું છે અને ત્રણ વાર રનર-અપ રહ્યું છે.

આ પણ વાંચો… Maharashtra Politics News: રાજનીતિના અખાડામાં ભત્રીજા અજિતથી હાર્યા શરદ પવાર, વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો