Ajit Sharad Pawar

Maharashtra Politics News: રાજનીતિના અખાડામાં ભત્રીજા અજિતથી હાર્યા શરદ પવાર, વાંચો સંપૂર્ણ વિગત

Maharashtra Politics News: ચૂંટણી પંચે અજીતના જૂથને અસલી એનસીપી જાહેર કરી દીધું

મુંબઈ, 07 ફેબ્રુઆરીઃ Maharashtra Politics News: આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી 2024 પહેલા શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ચૂંટણી પંચે અજીતના જૂથને અસલી એનસીપી જાહેર કરી દીધું છે. ચૂંટણી પંચે કહ્યું કે, તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે અજિત પવાર જૂથને એનસીપીના નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો અધિકાર છે.

મળેલ માહિતી પ્રમાણે, શરદ પવાર જૂથ સમયસર બહુમત સાબિત કરી શક્યું નથી, જેથી વસ્તુઓ તેમના પક્ષમાં નથી ગઈ. મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની 6 બેઠકો માટેની ચૂંટણીની સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને, શરદ પવાર જૂથને ચૂંટણી આચાર નિયમો 1961ના નિયમ 39 AAને અનુસરવા માટે વિશેષ છૂટ આપવામાં આવી છે. તેમણે આજ સાંજ સુધીમાં નવા પક્ષની રચના માટે ત્રણ નામ આપવા માટે કહેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, જુલાઈ 2023માં અજિત પવાર તેમના કાકા શરદ પવારની પાર્ટીથી અલગ થયા બાદ 40 એનસીપી ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રમાં શિંદે સરકારમાં જોડાયા. તેમને ગઠબંધન સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો… UPI Payment Problem: શું તમે પણ UPI પેમેન્ટથી છો પરેશાન, જાણો તેનાથી નિપટવા માટેની આ રીત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો