Team India

India’s squad for Asia Cup 2023: એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત, જુઓ ખેલાડીઓની લિસ્ટ…

India’s squad for Asia Cup 2023: ભારત 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેમના અભિયાનની શરૂઆત કરશે

ખેલ ડેસ્ક, 21 ઓગસ્ટઃ India’s squad for Asia Cup 2023: એશિયા કપ 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. એશિયા કપમાં ભારતીય ટીમ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે.

એશિયા કપ માટે 17 ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યો છે. જો કે આ ટીમમાં એક જ સરપ્રાઈઝ જોવા મળ્યું છે. મિડલ ઓર્ડરના બેકઅપ તરીકે તિલક વર્માની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ સંજુ સેમસનને બેકઅપ તરીકે રાખવામાં આવ્યો છે.

એશિયા કપ 2023 માટે ભારતીય ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા.

બેકઅપ ખિલાડીઃ સંજુ સેમસન

આ પણ વાંચો… Chandrayaan-3 Update: ઈસરોના અધ્યક્ષે મંત્રી ડો.જિતેન્દ્ર સિંહને ચંદ્રયાન-3ની સ્થિતિ અને તૈયારી વિશે અપડેટ કર્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો