Jay Shah

Jay Shah Viral Video: ઉત્સાહમાં આવીને આ શું કરી ગયા જય શાહ; ઇન્ટરનેટ પર થઈ રહ્યા છે ટ્રોલ, જુઓ વીડિયો…

Jay Shah Viral Video: BCCI ના સેક્રેટરી જય શાહ Ipl ની ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ ખાતે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા

ખેલ ડેસ્ક, 30 મેઃ Jay Shah Viral Video: IPL 2023નો અંત આવી ગયો છે. ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે ધોનીની ટીમ 5મી વખત IPL ચેમ્પિયન બની છે. 

છેલ્લી ઓવર ઘણી રસાકસી ભરેલી હતી

IPL ફાઇનલ મેચની છેલ્લી ઓવર ઘણી રસાકસી ભરેલી હતી. એક તરફ ચેન્નઈ ભારે પડી રહ્યું હતું તો બીજી તરફ ગુજરાતે પોતાનો દમ દેખાડ્યો હતો. આ મેચ જોવા માટે અનેક સેલિબ્રિટી અમદાવાદ પહોંચી હતી. તેમજ જ્યારે ફાઈનલ ઓવર ચાલુ હતી ત્યારે એ વાત નક્કી થઈ શકતી નહોતી કે કોણ જીતશે અને કોણ હારશે. દર્શકોમાં જય શાહ પણ ઉપસ્થિત હતા. 

IPL ફાઇનલ મેચમાં જય શાહ નો વિડીયો

IPL ની ફાઇનલ મેચમાં છેલ્લી ઓવર સમયે બોલરે ચાર યોકર નાખ્યા હતા. જેને કારણે ચેન્નઈ ની ટીમ છેક છેલ્લા બોલ સુધી અડચણમાં આવી ગઈ હતી. બરાબર આ સમયે ઉત્સાહમાં આવીને જય શાહે એક ઇશારો કર્યો. આ ઈશારો કેમેરામાં કેદ થઈ ગયો. તમે પણ જુઓ….

આ પણ વાંચો.. New rules for june 2023: 1 જૂનથી થઈ શકે છે આ મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો