UK PM visit Gandhi ashram: યુ.કે.ના વડાપ્રધાનને ગાંધી આશ્રમની મુલાકાત લીધી, વિઝિટર્સ બુકમાં લખ્યો આ સંદેશ- વાંચો સંપૂર્ણ વિગત

UK PM visit Gandhi ashram:ગાંધી આશ્રમ તરફથી ‘ગાઈડ ટુ લંડન’ અને ‘ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન’ એમ બે પુસ્તકો યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સનને ભેટ સ્વરૂપે અપાયા

અમદાવાદ, 21 એપ્રિલઃ UK PM visit Gandhi ashram: યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સન 21 એપ્રિલથી ભારતના પ્રવાસે છે. ભારત પ્રવાસની શરૂઆત શ્રી બોરિસ જોન્સને ગુજરાતથી કરી છે. ગુજરાતની મુલાકાતે આવેલા યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમની સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. બોરિસ જોન્સન હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા.

તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી તેઓએ ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું હતું અને ગાંધી આશ્રમ ખાતે આવેલી અમદાવાદ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને ઐતિહાસિક ગાંધી આશ્રમમાં આવેલી મીરા કુટીરની પણ મુલાકાત લીધી હતી. બ્રિટિશ લેડી મેડલીન સ્લેડ જેઓ બ્રિટિશ નાગરિક હતા. તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને ગાંધી આશ્રમ આવ્યા હતા અને તેઓ જે કુટિરમાં રહેતા હતા એ કુટીરનું નામ મીરા કુટીર રાખવમાં આવ્યું છે.

આ પણ વાંચોઃ KL Rahul will marry this actress: ક્રિકેટર કેએલ રાહુલ લગ્ન કરે તેવી અડકળો, આ બોલિવુડ અભિનેત્રી ફરશે સાત ફેરા- વાંચો વિગત
વિઝિટર્સ બુકમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને લખ્યું કે, ‘મારી ગાંધી આશ્રમની મુલાકાત અવર્ણનીય છે. અને ગાંધી આશ્રમમાં આવવાનો મારો અનુભવ પણ ખૂબ જ સારો રહ્યો. સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી તેનું ઉદાહરણ સમગ્ર વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું છે…’આ અવસરે ગાંધી આશ્રમ તરફથી ‘ગાઈડ ટુ લંડન’ અને ‘ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન’ એમ બે પુસ્તકો જોન્સનને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

આ વેળાએ ,મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે, સાબરમતી આશ્રમ ના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ, ટ્રસ્ટી અમૃત ભાઈ મોદી, સાબરમતી આશ્રમ ના ડિરેક્ટર અતુલ પંડ્યા, ચીફ પ્રોટકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Akshay kumar Vimal Advt:તમાકુની જાહેરાત કરતા સતત ટીકા થતી હોવાથી અક્ષય કુમારે લીધો મોટો નિર્ણય, વાંચો શું કહ્યુ ખેલાડીએ?

Gujarati banner 01