leander paes joined TMC

leander paes joined TMC: આ ટેનિસ પ્લેયરની રાજનીતિમાં એન્ટ્રી, ખેલાડીએ મમતા બેનર્જીની ઉપસ્થિતિમાં ધારણ કર્યો પાર્ટીનો ખેસ

leander paes joined TMC: ગોવા ખાતે મમતા બેનર્જીની ઉપસ્થિતિમાં પેસે ટીએમસીનો હાથ પકડ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ તેમના નાના ભાઈ જેવા છે.

સ્પોર્ટ્સ ડેસ્ક, 29 ઓક્ટોબરઃ leander paes joined TMC: દેશના સ્ટાર ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા. ગોવા ખાતે મમતા બેનર્જીની ઉપસ્થિતિમાં પેસે ટીએમસીનો હાથ પકડ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ તેમના નાના ભાઈ જેવા છે. 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ‘એ જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે, લિએન્ડર પેસ ટીએમસીમાં સામેલ થઈ ગયા છે. હું ખૂબ જ ખુશ છું. તે મારા નાના ભાઈ સમાન છે. હું એમને ત્યારથી ઓળખું છું જ્યારે હું યુવા મંત્રી હતી અને તેઓ ખૂબ નાના હતા.’

આ પણ વાંચોઃ Israel and Iran war: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની દુશ્મની જંગ વચ્ચે થયો ભારતનો ઉલ્લેખ- વાંચો શું છે મામલો?

2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ટીએમસી ગોવામાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્ન કરી રહી છે. મમતા બેનર્જી ગુરૂવારે સાંજે ગોવા પહોંચ્યા હતા. ત્યાર બાદ ટીએમસીએ ભાજપના ગઢમાં પોલાણ કરવાની આશા સાથે ચૂંટણી રાજ્યમાં પ્રચાર કર્યો હતો. અભિનેતા અને કાર્યકર નફીસા અલી પણ ગોવામાં આ કાર્યક્રમમાં ટીએમસીમાં સામેલ થઈ હતી. 

Whatsapp Join Banner Guj