Nikhil Chaudhary Accused of Rape Case

Nikhil Chaudhary Accused of Rape Case: ભારતીય ક્રિકેટર પર લાગ્યો કારમાં ઓસ્ટ્રેલિયાની મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપ- IPL 2024 વચ્ચે ખેલાડીની મુશ્કેલીમાં થયો વધારો

Nikhil Chaudhary Accused of Rape Case: આ સમગ્ર મામલો મે 2021નો છે, ત્યારે નિખિલ પર ટાઉન્સવિલે નાઈટ ક્લબ સ્ટ્રિપ પર એક નાઈટ આઉટ દરમિયાન મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો હતો.

whatsapp banner

સ્પોર્ટ્સ ડેસ્ક, 27 માર્ચઃ Nikhil Chaudhary Accused of Rape Case: ભારતીય મૂળનો ક્રિકેટર નિખિલ ચૌધરી ઓસ્ટ્રેલિયામાં મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. તસ્માનિયાના બિગ બેશ ક્રિકેટર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. પીડિત મહિલાના મિત્રોએ ટાઉન્સવિલેમાં જિલ્લા અદાલતમાં જણાવ્યું કે, તેમણે રડતા રડતા જોઈ છે કે, તેની સાથે દુષ્કર્મ થયો છે. આ કારણથી હવે ટાઉન્સવિલેની જિલ્લા કોર્ટમાં કેસ ચાલશે.

આ પણ વાંચોઃ PAC Security Shot In Ram Mandir: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં તૈનાત PAC જવાનને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી- વાંચો વિગત

27 વર્ષના નિખિલ બિગ બૈશ લીગમાં હોબાર્ટ હરિકેસ માટે રમે છે. તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો મે 2021નો છે, ત્યારે નિખિલ પર ટાઉન્સવિલે નાઈટ ક્લબ સ્ટ્રિપ પર એક નાઈટ આઉટ દરમિયાન મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો હતો.

આ સમગ્ર વાતને ક્રિકેટરે નકારી કાઢી છે. જિલ્લા કોર્ટ મુજબ નિખિલ ચૌધરી અને 20 વર્ષની પીડિતની મુલાકાત ધ બેંક નાઈટ ક્લબના ડાન્સ ફ્લોર પર થઈ હતી. તે દરમિયાન બંન્નેએ ડાન્સ પણ કર્યો હતો અને ત્યારબાદ અંદાજે 3 વાગ્યે નિખિલ અને પીડિતા કારમાં બેસી બહાર નીકળી ગયા હતા, પીડિતાના મિત્રોએ કહ્યું બંન્નેને કારમાં જોઈ તેમને ચિંતા પણ થઈ હતી.

આ પણ વાંચોઃ Big Action By Youtube in India: YouTubeએ ભારતમાંથી 22 લાખથી વધુ વીડિયો હટાવ્યા, જાણો શું છે કારણ?

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો