Rinku Singh Video

Rinku Singh Video: રિંકુ સિંહના શોટથી બાળકને બોલ વાગતા, ક્રિકેટરે તેની પાસે ગયો અને તેની ખબર પૂછી આપી ભેટ- જુઓ વીડિયો

Rinku Singh Video: પ્રેક્ટિસ દરમિયાન રિંકુએ એવો શોટ માર્યો કે બોલ સીધો જઈને એક બાળકના માથા પર વાગ્યો હતો

સ્પોર્ટ્સ ડેસ્ક, 12 માર્ચઃ Rinku Singh Video: IPL 2024 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટર રિંકુ સિંહનો બેટિંગ પ્રેક્ટિસ કરતો એક વીડિયો સામે આવ્યો છે. પ્રેક્ટિસ દરમિયાન રિંકુએ એવો શોટ માર્યો કે બોલ સીધો જઈને એક બાળકના માથા પર વાગ્યો હતો. રિંકુના આ જોરદાર શોટથી બાળકને ઈજા થઇ હતી. રિંકુએ IPLની શરૂઆત પહેલા KKR કેમ્પમાં બેટિંગ કરતી વખતે છગ્ગો ફટકાર્યો હતો. આ બોલ એક બાળકના માથા પર વાગ્યો. આ પછી રિંકુ તે બાળકને મળ્યો અને તેની ખબર પૂછી અને તેને એક સુંદર ભેટ પણ આપી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેમાં રિંકુ તે બાળક પાસે જઈને માફી માંગતો જોવા મળ્યો હતો. રિંકુની સાથે KKRના બેટિંગ કોચ અભિષેક નાયર પણ હતા, જેમણે તે બાળકને કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ આપી હતી. આના પર રિંકુએ ઓટોગ્રાફ આપ્યો હતો.

આ પણ વાંચોઃ 10 New Vande Bharat Trains: PM મોદીએ અમદાવાદથી 10 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી, જાણો ક્યાં દોડશે નવી ટ્રેનો?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો