Sania soheb malik

Sania and Shoaib’s relationship: સાનિયા અને શોએબ ના સંબંધોમાં આ પાકિસ્તાની અભિનેત્રી બની ‘વો’ બોલ્ડ ફોટોશૂટ સમયે આવ્યા હતા નજીક

Sania and Shoaib’s relationship: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાનિયા અને શોએબ વચ્ચેના ટકરાવ નું કારણ પાકિસ્તાની મોડલ આયેશા ઉમર છે.

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના (Sania and Shoaib’s relationship) છૂટાછેડાના (divorce) સમાચાર હવે કન્ફર્મ થઈ ગયા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો સાનિયાએ તેના પુત્ર સાથે શોએબનું ઘર છોડી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. પાકિસ્તાની અહેવાલો અનુસાર, બંને છેલ્લા ઘણા મહિનાઓથી અલગ રહે છે.

બંને તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી કરવા માટે મળ્યા હતા.. અહેવાલો અનુસાર, ટેનિસ સ્ટાર તેના પુત્ર સાથે શોએબનું ઘર છોડીને ચાલી ગઈ છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાનિયા અને શોએબ વચ્ચેના ટકરાવ નું કારણ પાકિસ્તાની મોડલ આયેશા ઉમર છે.

શોએબ અને આયેશા ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. જ્યારથી ક્રિકેટર તરફથી સાનિયાથી છૂટાછેડાના સમાચાર આવ્યા છે. ત્યાર પછી શોએબ અને આયેશાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ ગયા વર્ષે ફોટોશૂટ પણ કરાવ્યું હતું .રિપોર્ટ્સ અનુસાર, શોએબ મલિક અને આયેશાની મુલાકાત વર્ષ 2021માં એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી. તમને જણાવી દઈએ કે આ ફોટોશૂટ સામે આવ્યા બાદ હંગામો મચી ગયો હતો. બોલ્ડ ફોટોશૂટ વિશે વાત કરતા મલિકે એક ઈન્ટરવ્યુમાં આયશાના વખાણ કર્યા હતા.

તેણે કહ્યું હતું કે બોલ્ડ ફોટોશૂટમાં આયેશાએ તેની ઘણી મદદ કરી હતી. જો કે, જ્યારે શોએબને પૂછવામાં આવ્યું કે આ બોલ્ડ ફોટોશૂટ પર સાનિયા મિર્ઝાની પ્રતિક્રિયા શું છે. પછી પ્રશ્નનો જવાબ આપવાને બદલે, મલિકે શોના હોસ્ટને પૂછ્યું, “જો તમારા પતિએ આવું કર્યું હોત તો તમારી પ્રતિક્રિયા શું હોત?” આના પર હોસ્ટે કહ્યું, હું અપરિણીત છું. મલિકે વધુમાં કહ્યું કે, મારી પત્નીએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, તેણે પણ એવું વર્તન કર્યું હતું કે જાણે તે અસ્તિત્વમાં જ નથી.

આ પણ વાંચો…62 kg gold seized from Mumbai airport: મુંબઈ એરપોર્ટ પરથી 62 કિલો સોનું ઝડપાયું, જેની કિંમત 32 કરોડ રૂપિયા

Gujarati banner 01