Shikhar dhawan divorce

Shikhar dhawan divorce: ક્રિકેટર શીખર ધવનના છુટાછેડા, પત્ની આયેશાએ સોશિયલ મીડિયા પર મુકી આવી પોસ્ટ

Shikhar dhawan divorce: ક્રિકેટર શિખર ધવનના છુટાછેડા થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોમાં આ મુદ્દો ગઈકાલ રાતથી ચર્ચાનો વિષય બન્યો છે.

સ્પોર્ટ્સ ડેસ્ક, 08 સપ્ટેમ્બરઃ Shikhar dhawan divorce: ટીમ ઈન્ડિયાના સ્ટાર શિખર ધવનની પત્ની આયેશા મુખરજીના આ બીજા લગ્ન હતા. બંને વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હોવાના અહેવાલો સમયાંતરે સામે આવતા રહ્યા હતા. સોશિયલ મીડિયા પર બંને એક બીજાને અનફોલો કરી ચુકયા હતા.

એ પછી આયેશા મુખરજીએ જ સોશિયલ મીડિયા પર છુટાછેડાની વાત શેર કરી હતી. બંનેને સાત વર્ષનો પુત્ર છે અને તેનુ નામ જોરાવર છે. આયેશાને પહેલા પતિથી પણ બે પુત્રીઓ છે. આયેશાએ સોશિયલ મીડિયા પર લખ્યુ હતુ કે, એક વખત છુટાછેડા થયા તે બાદ બીજી વખતના લગ્નમાં મારે ઘણુ સાબિત કરવાનુ હતુ. મને લાગતુ હતુ કે, છૂટાછેડા બહુ ગંદો શબ્દ છે પણ મારા ફરી છુટાછેડા થયા છે. પહેલી વખત જ્યારે મારૂ લગ્ન જીવન તુટયુ ત્યારે હું ડરેલી હતી અને મને લાગતુ હતુ કે, હું નિષ્ફળ ગઈ છું. મે મારા માતા પિતાને નિરાશ કર્યા છે તેવુ પણ લાગ્યુ હતુ.

Advertisement

આ પણ વાંચોઃ Ambaji bhadarvi poonam: ભક્તો માટે સૌથી મહત્વના સમાચાર, શું આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય- વાંચો વિગતે

ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટ બાદ શિખર ધવને(Shikhar dhawan divorce) પણ એક પોસ્ટ મુકી હતી. જોકે તેમાં છુટાછેડાને લઈને કોઈ ઉલ્લેખ નથી. ધવનની પત્ની આયેશા ઓસ્ટ્રેલિયામાં ઉછરી છે. તેની માતા બંગાળી અને પિતા ઓસ્ટ્રેલિયન છે. તે પોતે બોક્સર રહી ચુકી છે. જ્યારે ધવને 2012માં આયેશા સાથે લગ્ન કર્યા ત્યારે તેના પરિવારજનો નારાજ હતા પણ બંનેએ પરિવારજનોને મનાવી લીધા હતા.

Whatsapp Join Banner Guj

Advertisement