Ambaji temple

Ambaji bhadarvi poonam: ભક્તો માટે સૌથી મહત્વના સમાચાર, શું આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય- વાંચો વિગતે

Ambaji bhadarvi poonam: હાલમાં પ્રતિ દિવસ 40 હજાર કરતા વધુ દર્શનાર્થીઓ મંદિર મુલાકાત લઇ રહ્યાં છે

અંબાજી, 08 સપ્ટેમ્બરઃ Ambaji bhadarvi poonam: યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. એવામાં આ વર્ષે કોરોના મહામારીના કારણે મેળો યોજાય કે ના યોજાય પરંતુ તેના અસમંજસ વચ્ચે યાત્રિકોએ વહેલી પદયાત્રા શરૂ કરી દીધી છે. અત્રે મહત્વનું છે કે, ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો હતો. ત્યારે આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે

સૂત્રો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે, દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવાની વિચારણા રાખવામાં આવી રહી છે. હાલમાં પ્રતિ દિવસ 40 હજાર કરતા વધુ દર્શનાર્થીઓ મંદિર મુલાકાત લઇ રહ્યાં છે. જો કે, જો મેળામાં લાખોની સંખ્યા એકત્ર થશે તો શક્ય છે કે કોરોનાના આંકમાં વધારો થઇ શકે છે. કારણ કે હજુ કોરોના ગયો નથી તેમજ કોરોનાની ત્રીજી લહેરની પણ નિષ્ણાંતો દ્વારા શક્યતા સેવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ IT Raid: અમદાવાદમાં ઈન્કમ ટેક્સ દ્વારા શહેરના કુલ 24 થી વધુ એકમો પર દરોડા પાડવામાં આવ્યા- વાંચો કોને કોને ત્યાં પડ્યા દરોડા?

હાલમાં સરકારની SOP ના આધારે મંદિર દ્વારા ભક્તો માટે દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં મેળાને લઈને નિર્ણય જાહેર કરશે. લોકોની આસ્થા જળવાય એ પ્રમાણે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. સંભવિત કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી આ અંગે મહત્વનો નિર્ણય લેવાશે

ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલાં જ અંબાજી પંથકમાં ઝરમરતા વરસાદ વચ્ચે પણ દાહોદ જિલ્લાના લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોંચ્યો હતો. સંઘના 151 જેટલા પદયાત્રીઓ દ્વારા 1 કિલોમીટર જેટલી લાંબી ધજાને માતાજીના મંદિરે (Ambaji bhadarvi poonam)ચઢાવવામાં આવી હતી. જો કે આટલી લાંબી ધજા સમગ્ર લીમખેડા વિસ્તારના આસ્થાનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે. નવરાત્રિમાં માં અંબેને તેડું આપવા અંબાજી પહોંચી ગયા હતાં.

Whatsapp Join Banner Guj