Taliban formed a government

Taliban formed a government: કાબુલ પર કબ્જો જમાવ્યાના ૨૨ દિવસ પછી તાલિબાનોએ રચી સરકાર, જાણો ક્યુ ખાતુ કોને મળ્યું ?

Taliban formed a government: અમેરિકાએ વોન્ટેડ જાહેર કરેલો સિરાજુદ્દીન હક્કાની ગૃહખાતું સંભાળશે

કાબુલ, 08 સપ્ટેમ્બરઃ Taliban formed a government: અફઘાનિસ્તાનમાં કાબુલ પર કબ્જો જમાવ્યાના ૨૨ દિવસ પછી તાલિબાનોએ સરકાર રચી છે. મુલ્લા મહંમદ હસન અખુંદજાદા રાષ્ટ્રપ્રમુખ અને અબ્દૂલ ગની બરાદર ઉપપ્રમુખ બનાવાયા છે. તાલિબાન પ્રવકતા જબીઉલ્લાહ મુજાહિદે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરતા હવે અટકળોનો અંત આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મુલ્લા અખુંદજાદા અને અબ્દૂલ ગની બરાદર વચ્ચે નંબર વનની પોઝિશન માટે  હોડ હતી જેમાં અખુંદજાદાને સફળતા મળી છે. બંને નેતાઓ તાલિબાનની સ્થાપના થઇ ત્યારથી જોડાયેલા છે. અફઘાનિસ્તાનની સરકારમાં નંબર વનની પોઝિશન સંભાળી રહેલા મુલ્લા મહંમદ હસન અખુંદજાદા ધાર્મિક નેતા હોવાની છાપ ધરાવે છે.તાલિબાની પ્રવકતાએ આને અંતરિમ સરકાર ગણાવી હતી.

હાલમાં શુરા પરિષદ (મંત્રીમંડળ) તમામ કામકાજ સંભાળશે અને લોકોની ભાગીદારી સરકારમાં કેવી રીતે હશે એ હવે પછી નકકી કરવામાં આવશે. તાલિબાને અફઘાનિસ્તાનમાં અજેય ગઢ ગણાતા પંજશીર પર વિજય મેળવ્યા પછી સરકાર(Taliban formed a government) રચવાની જાહેરાત કરી હતી પરંતુ પંજશીરમાં એનઆરએફ (નેશનલ રેસિસ્ટ ફોર્સ)ના અહેમદ મસૂદે તાલિબાનના દાવાને ફગાવીને લડત ચાલું રાખવાનો દાવો કર્યો છે. 

આ પણ વાંચોઃ Shikhar dhawan divorce: ક્રિકેટર શીખર ધવનના છુટાછેડા, પત્ની આયેશાએ સોશિયલ મીડિયા પર મુકી આવી પોસ્ટ

નવગઠીત અફઘાન સરકારમાં મુલ્લા યાકુબને રક્ષામંત્રી જયારે સિરાજુદ્દીન હક્કાનીને ગૃહમંત્રીનો પદ ભાર(Taliban formed a government) અપાયો છે. આ હક્કાનીનું નામ અમેરિકીની એફબીઆઇ દ્વારા વોન્ટેડ આતંકવાદીઓના લિસ્ટમાં સામેલ છે. સિરાજુદ્દીન હક્કાની નેટવર્કનો પ્રમુખ છે. હકકાની પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા સુંદર પહાડી પ્રાંતમાંથી આવે છે. જરદાન કબીલાઇ સાથે સંબંધ ધરાવતા હક્કાનીના નામથી આ વિસ્તાર ઓળખાય છે. ૧૯૭૯માં સોવિયત સંઘે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે અમેરિકાએ હક્કાનીને ખૂબ પંપાળ્યો હતો. સોવિયત સંઘ સામે હક્કાની જે બહાદુરીથી લડયો તેનાથી અમેરિકા ફિદા ફિદા હતું. અમેરિકાએ જ તમામ પ્રકારની મદદ પુરી પાડી હતી કારણ કે અમેરિકા કોઇ પણ ભોગે અફઘાનિસ્તાનમાંથી સોવિયત સંઘ (રશિયા) ના પગ કાઢવા માંગતું હતું.

૨૦૦૧માં નાઇન ઇલેવનની ઘટના પછી હક્કાની અને અમેરિકા વચ્ચે અંતર પડતું ગયું હતું. અલકાયદા અને તાલિબાનના ઉદય વચ્ચે પણ હક્કાની નેટવર્કે પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખ્યું હતું. મુજાહિદોને ઉથલાવીને તાલિબાનીઓએ ૧૯૯૯માં અફઘાનિસ્તાનનું શાસન (Taliban formed a government)સંભાળ્યું ત્યારે હક્કાની નેટવર્ક સરકારમાં જોડાયું હતું પરંતુ તાલિબાનમાં ભળ્યું ન હતું. નાઇન ઇલેવનની ઘટના માટે અમેરિકાએ અલ કાયદાને જવાબદાર ઠેરવીને અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ IT Raid: અમદાવાદમાં ઈન્કમ ટેક્સ દ્વારા શહેરના કુલ 24 થી વધુ એકમો પર દરોડા પાડવામાં આવ્યા- વાંચો કોને કોને ત્યાં પડ્યા દરોડા?

અમેરિકાના હુમલાથી અલગ ચોકો રચીને બેઠેલા તાલિબાન,હક્કાની અને અલકાયદા સંગઠન એક બીજાની વધુ નજીક આવ્યા હતા. અમેરિકાના સૈન્ય પર કેટલાક ખતરનાક હુમલા થયા જેના માટે અમેરિકાએ હક્કાની નેટવર્કને જવાબદાર ગણ્યું હતું.૨૦૧૨માં હક્કાની નેટવર્ક અને તેના નેતાને મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં સામેલ કર્યા હતા. આ આતંકવાદી જ સંગઠન હવે અફઘાનિસ્તાનમાં સરકાર(Taliban formed a government)માં જોડાયું છે. 

Whatsapp Join Banner Guj