tokyo olympic 1

Tokyo olympic: હોકીમાં ભારતીય મહિલા ટીમ બ્રોન્ઝ ચુકી છતા રચી દીધો ઈતિહાસ- વાંચો વિગત

Tokyo olympic: રેસલર બજરંગ પુનિયાએ ટોક્યો ઓલમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત વિજય સાથે કરી છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 06 ઓગષ્ટઃ Tokyo olympic: ભારતીય મહિલા હોકી ટીમનું ઓલમ્પિકમાં પહેલી વખત મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. શુક્રવારના બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ભારતને રિયો ઓલમ્પિકની ગોલ્ડ મેડાલિસ્ટ ગ્રેટ બ્રિટને 4-3થી માત આપી હતી. ગુરજીત કૌરે ભારત માટે સૌથી વધારે ગોલ કર્યા હતા. ગુરજીત (25 અને 26મી મિનિટ) ઉપરાંત વંદના કટારિયાએ 29મી મિનિટે સ્કોર કર્યો હતો. ગ્રેટ બ્રિટન માટે ઈલેના રાયરે 16મી, સારા રૉબર્ટસને 24મી, હોલી પિયરને વેબે 35મી અને ગ્રેસ બાલ્સડને 48મી મિનિટે ગોલ કર્યો હતો. 

પુરૂષ ટીમે ગુરૂવારે બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને 5-4થી હરાવીને 41 વર્ષ બાદ ઓલમ્પિક(Tokyo olympic) મેડલ હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય મહિલા હોકી ટીમ ઓલમ્પિકમાં પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યા બાદ શુક્રવારે દેશની ખુશી બમણી નહોતી કરી શકી અને બ્રોન્ઝ મેડલ મેચમાં હારી ગઈ હતી. જોકે તેમ છતાં ટીમના વખાણ થઈ રહ્યા છે. 

આ પણ વાંચોઃ Pakistan PM’s Residence For Rent: પાકિસ્તાનની આર્થિક હાલત એટલી બગડી કે હવે પીએમનું ઘર ભાડે આપશે- વાંચો સંપૂર્ણ અહેવાલ

પહેલા ક્વાર્ટરમાં ગ્રેટ બ્રિટને ભારતીય ટીમ પર દબાણ જાળવી રાખ્યું હતું. રમતની બીજી મિનિટે જ ગ્રેટ બ્રિટનને પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ સવિતા પૂનિયાએ શાનદાર બચાવ કરીને ગોલ ન થવા દીધો. 

સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ ટોક્યો ઓલમ્પિક(Tokyo olympic)માં પોતાના અભિયાનની શરૂઆત વિજય સાથે કરી છે. તેમણે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં અરનાજર અકમાતાલિવને હરાવ્યો છે. ત્યાર બાદ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં તેમણે ઈરાનના પહેલવાનને હરાવ્યો હતો અને આ જીત સાથે જ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે અને તેઓ મેડલથી એક જીત દૂર છે. 

ટોક્યો ઓલમ્પિક પોતાના અંતિમ ચરણમાં છે અને રમતોના આ મહાકુંભનો આજે 15મો દિવસ છે. ભારત માટે આ દિવસ ખૂબ મહત્વનો બનવાનો છે. સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ આજે પોતાના અભિયાનની શરૂઆત કરી છે અને તેઓ મેડલના દાવેદાર છે. તેઓ 65 કિગ્રા ભાર વર્ગમાં ભારતનો પડકાર દર્શાવી રહ્યા છે. તેના પહેલા મહિલા રેસલર સીમા બિસ્લા પ્રી-ક્વાર્ટર મુકાબલો હારી ગઈ હતી. 

આ પણ વાંચોઃ Driving licence new rules: સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ બહાર પાડવા માટે વર્તમાન નિયમોમાં ફેરફાર કર્યા- વાંચો વિગત

પુરૂષોની ફ્રી સ્ટાઈલ 65 કિગ્રામાં બજરંગ પુનિયાએ કિર્ગિસ્તાનના પહેલવાન અરનાજર અકમાતાલિવને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે તેમને મુકાબલો ઈરાનના પહેલવાન ઘિયાસી ચેકા મુર્તજા સામે થશે. બજરંગ પુનિયાએ પહેલા દોરમાં શાનદાર શરૂઆત કરી છે. 

દેશને બજરંગ મેડલ મેળવશે તેવી આશા છે. 2019માં બજરંગે વિશ્વ ચેમ્પિયનશીપની 65 કિગ્રા ફ્રીસ્ટાઈલ સ્પર્ધામાં બીજી વખત સિલ્વર મેડલ જીત્યો હતો અને ટોક્યો ઓલમ્પિક(Tokyo olympic) માટે ક્વોલીફાઈ કર્યું હતું. 

આ પણ વાંચોઃ Bhaibhai song: સિંગર અરવિંદ વેગડાએ ‘ભાઇ-ભાઇ’ ગીત બોલિવૂડ ફિલ્મમાં મંજુરી વિના વપરાયા હોવાનો ફિલ્મમેકર્સ સામે દાવો કર્યો – વાંચો વિગત

Whatsapp Join Banner Guj