Mob attacks Hindu temple in Pakistan

Mob attacks Hindu temple in Pakistan: પાકિસ્તાનમાં હિન્દુ મંદિર ઉપર અમુક મુસ્લિમ કટ્ટરવાદીઓએ હુમલો કરી, જાણો શું કહ્યું પાક સરકારે?

Mob attacks Hindu temple in Pakistan: હિન્દુ મંદિર પર હુમલાના મુદ્દે ભારતે દિલ્હી સ્થિત રાજદૂતને સમન્સ પાઠવીને ખુલાસો માંગ્યો, તો પાક. સરકારે તપાસનો આદેશ આપ્યો

લાહોર, 06 ઓગષ્ટઃ Mob attacks Hindu temple in Pakistan: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હિન્દુ મંદિર ઉપર અમુક મુસ્લિમ કટ્ટરવાદીઓએ હુમલો કરીને તોડફોડ કરી હતી. મંદિરની કેટલીય મૂર્તિઓને ખંડિત કરી હતી અને મંદિર પરિસરમાં આગ ચાંપી હતી. એ મુદ્દે પાકિસ્તાન સરકારે તપાસનો આદેશ આપ્યો હતો. પાક. સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી પણ થશે.


પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં હિન્દુ મંદિર(Mob attacks Hindu temple in Pakistan)માં તોડફોડ થઈ હતી. શહેરના અમુક કટ્ટરવાદી મુસ્લિમોનું ટોળું મંદિરના પરિસરમાં આવી ચડયું હતું અને ટોળાએ મંદિરમાં આગ ચાંપી દીધી હતી. મૂર્તિઓની તોડફોડ કરી હતી. પોલીસથી ટોળું કાબૂમાં ન આવ્યું એટલે પાકિસ્તાનની રીઝર્વ ફોર્સના જવાનોને બોલાવવા પડયા હતા.

આ પણ વાંચોઃ Tokyo olympic: હોકીમાં ભારતીય મહિલા ટીમ બ્રોન્ઝ ચુકી છતા રચી દીધો ઈતિહાસ- વાંચો વિગત
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સાંસદ ડૉ. રમેશ કુમાર વાંકવાનીએ ટ્વિટરમાં વીડિયો મૂક્યો હતો. હિન્દુ નેતા ડો. રમેશ કુમારે પાકિસ્તાન(Mob attacks Hindu temple in Pakistan)ની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશની મુલાકાત કરી હતી અને ઘટના બાબતે તપાસની માગણી કરી હતી. એ પછી સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે ઘટના અંગે તુરંત સુનાવણી હાથ ધરવાની જાહેરાત કરી હતી.

ચારેબાજુથી ટીકા થતાં પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકારે તપાસનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનના પીએમની ઓફિસમાંથી એક સત્તાવાર નિવેદન જારી કરાયું હતું કે હિન્દુ મંદિર પર થયેલા હુમલાની સરકાર ટીકા કરે છે અને એ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાશે.
આખા વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે. જોકે, આ ઘટનામાં એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ન હતી. હુમલાખોરોને તુરંત પકડી લેવાની માગણી હિન્દુ સમાજે કરી હતી.

આ પણ વાંચોઃ Driving licence new rules: સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ બહાર પાડવા માટે વર્તમાન નિયમોમાં ફેરફાર કર્યા- વાંચો વિગત


આ ઘટનાના સંદર્ભમાં દિલ્હી સ્થિત પાકિસ્તાની રાજદૂતને ભારત સરકારે સમન્સ પાઠવ્યું હતું અને ઘટનાની બાબતે ખુલાસો પૂછ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાન(Mob attacks Hindu temple in Pakistan)માં હિન્દુ લઘુમતીઓ પર થતાં અત્યાચારોનો મુદ્દો ભારતે પાકિસ્તાની રાજદૂત સમક્ષ વ્યક્ત કર્યો છે.

Whatsapp Join Banner Guj