Pakistan PMs Residence For Rent

Pakistan PM’s Residence For Rent: પાકિસ્તાનની આર્થિક હાલત એટલી બગડી કે હવે પીએમનું ઘર ભાડે આપશે- વાંચો સંપૂર્ણ અહેવાલ

Pakistan PM’s Residence For Rent: પાકિસ્તાને ઈસ્લામાબાદ સ્થિત વડાપ્રધાન ઈમરાન ખાનનો સરકારી નિવાસ સ્થાન સામાન્ય લોકોને ભાડેથી આપવાનો નિર્ણય કર્યો

ઇસ્લામાબાદ, 04 ઓગષ્ટઃ Pakistan PM’s Residence For Rent: સામાન્ય માણસ માટે કોઇ પણ દેશના વડાપ્રધાનનું ઘર જોવું કે તેમાં રહેવું એક સ્વપ્ન જ બનીને રહી જાય છે કારણ કે સામાન્ય નાગરિક પાસે ગમે તેટલા પૈસા હોય પણ તે સત્તા નથી હોતી કે તે દેશના વડાપ્રધાનના ઘરમાં રહી શકે. પરંતુ હવે પાકિસ્તાનના વડાપ્રધાનમાં કોઇપણ રહી શકશે. જી હાં આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા પાકિસ્તાને ઈસ્લામાબાદ સ્થિત વડાપ્રધાન ઈમરાન ખાનનો સરકારી નિવાસ સ્થાન સામાન્ય લોકોને ભાડેથી આપવાનો નિર્ણય કર્યો છે. હવે અહીં કલ્ચરલ, ફેશન અને એજ્યુકેશન પ્રોગ્રામ સહિત અનેય ઈવેન્ટ માટે લોકો તેને ભાડેથી લઈ શકશે.

ઓગસ્ટ 2019માં સત્તારૂઢ તહરીક-પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની સરકાર બની હતી તે સમયે વડાપ્રધાન ઈમરાન ખાને સરકારી નિવાસ સ્થાનને યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી. જે બાદ ઈમરાને તેને ખાલી કરી દીધું હતું. સમા ટીવીએ જણાવ્યું કે સરકારે હવે યુનિવર્સિટીવાળા પ્રોજેક્ટને અભેરાઈએ ચડાવી દીધો છે અને PM નિવાસ સ્થાન ભાડે આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ Ola-e-scooter: આતુરતાનો આવ્યો અંત, આ તારીખ લોન્ચ થશે ઓલા સ્કૂટર- વાંચો તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે

સ્થાનિક મીડિયા મુજબ, આ મામલે ટૂંક સમયમાં જ ઈમરાન કેબિનેટની બેઠક થવાની છે, જેમાં વડાપ્રધાન(Pakistan PM’s Residence For Rent) સરકારી નિવાસ સ્થાનમાંથી રેવન્યૂ મેળવવાના મુદ્દે ચર્ચા કરશે. મળતી માહિતી મુજબ વડાપ્રધાનના આવાસનું ઓડિટોરિયમ, બે ગેસ્ટ વિંગ અને એક લૉનને ભાડેથી આપીને રેવન્યૂ મેળવવામા આવશે. આ પરિસરમાં ડિપ્લોમેટિક ફંકશન, ઈન્ટરનેશનલ સેમિનાર પણ આયોજિત કરાશે. સરકાર આવા આયોજનથી પણ ભાડું વસૂલની કમાણી કરશે.

ઈમરાન ખાને 2019માં જ્યારે દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા ત્યારે તેઓએ પોતે કબૂલ્યું હતું કે પાકિસ્તાન સરકારની પાસે જન કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચ(Pakistan PM’s Residence For Rent) કરવા માટે પૈસા નથી, જ્યારે દેશમાં કેટલાંક લોકો અમારા ઔપનિવેશનક આકાઓની જેમ જીવી રહ્યાં છે. ત્યારથી તેઓ પોતાના બાની ગાલા નિવાસમાં રહે છે અને માત્ર વડાપ્રધાન કાર્યાલયનો જ ઉપયોગ કરે છે.

આ પણ વાંચોઃ Gangster ankit gurjar: તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર અંકિત ગુર્જરનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત, વાંચો વિગત

ઇમરાન ખાન સત્તામાં આવ્યા બાદથી છેલ્લા 3 વર્ષમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા 19 બિલિયન અમેરિકી ડોલર સુધી રહી ગઈ છે. ઈમરાન જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેઓએ દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકારી ખર્ચાઓમાં ઘટાડો કરવા માટે કેટલાંક કઠોર પગલાંઓ ભર્યા હતા.

આ પહેલાં પૂર્વ નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે ટિપ્પણી કરી હતી કે ઈમરાન ખાનના નેતૃત્વવાળી સરકાર અર્થવ્યવસ્થાની સાથે રમત રમી રહ્યાં છે. ઈમરાન સરકાર આવ્યા બાદ દેશ પછી દેશનું દેવું 45 હજાર અબજ રૂપિયાનો વધારો થયો છે.

Whatsapp Join Banner Guj