Fire in a parked car

Fire in a parked car: વડોદરામાં પૂર્વ મંત્રી અને ભાજપના MLA યોગેશ પટેલની પાર્ક કરેલી કારમાં અચાનક આગ ફાટી નીકળી

Fire in a parked car: કારમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી

વડોદરા, 27 જાન્યુઆરીઃFire in a parked car: વડોદરાના માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની જ્યુબિલી બાગ પાસે પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. કારમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જોકે, કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી.

વડોદરા શહેરના અમદાવાદી પોળમાં રહેતા અને પૂર્વ મંત્રી યોગેશભાઇ પટેલ પોળમાં પાર્કિંગની જગ્યાના અભાવના કારણે જ્યુબિલીબાગ સર્કલ પાસે પોતાની ઇનોવા કાર પાર્ક કરે છે. બુધવારે પણ તેઓએ પોતાની કાર જ્યુબિલીબાગ સર્કલ પાસે પાર્ક કરી હતી. દરમિયાન રાત્રે 3થી 3:30 વાગ્યાના સુમારે તેઓની કારમાં એકાએક ફાટી નીકળી હતી.

આ પણ વાંચોઃ Dhandhuka: અમદાવાદના આ વિસ્તારમાં ખેલાયો છે ખૂની ખેલ, ભારે અરાજકતા વચ્ચે બંધનું એલાન- વાંચો શું છે મામલો?

જાહેર માર્ગ ઉપર જ્યુબિલીબાગ પાસે પાર્ક કરેલી કારમાં આગેલી આગના બનાવ અંગે ધારાસભ્ય યોગેશ પટેલના પી.એ. ગીરીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, યોગેશભાઇ પટેલની ઇનોવા કારમાં રાત્રે 3થી 30 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી. સ્થાનિક વ્યક્તિએ આગના બનાવની જાણ ધારાસભ્ય યોગેશભાઇ પટેલને કરતા તુરંત જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા. તે સાથે આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ગણતરીની મિનીટોમાં પહોંચી ગયા હતા. અને કાર ઉપર પાણીમારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કારમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. આમ છતાં, આગનું ચોક્કસ કારણ જાણવા માટે FSLની મદદ લેવામાં આવશે. કારમાં આગ લાગવાથી કાર બળીને ખાખ થઇ ગઇ છે. કારમાં કોઇ મહત્વના દસ્તાવેજ ન હતા. આ બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે.

ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં આગ કેવી રીતે લાગી તે અંગેની ચર્ચા કેન્દ્ર સ્થાને રહી હતી. જોકે, હાલના તબક્કે ડીઝલ કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે.

Gujarati banner 01