હારશે કોરોના, જીતશે રાજકોટ: શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ

કોરોના સામે લડવા…. ચેતતો નર સદા સુખી….પહેલુ સુખ તે જાતે નર્યા…. ઉક્તિઓને ચરિતાર્થ કરવી પડશે:રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૬સપ્ટેમ્બર:ચેતતો નર સદા સુખી…પહેલુ સુખ તે જાતે નર્યા. આ ઉક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘણો બોધપાઠ આપી જાય છે. કોરોના વાયરસની મહામારીમાં લોકોએ ડરવાની નહી પરંતુ સાવચેતી રાખવાની તો જરૂર છે જ. સાથે આપણું આરોગ્યને વધારે દુરસ્ત બનાવવુ અનિવાર્ય બની જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ન થાય અને કદાચ કોઈ કારણોસર સંક્રમિત થાય તો પણ આપણુ આરોગ્ય એટલુ તંદુરસ્ત બનાવીએ કે આપણું શરીર અને રોગપ્રતિકારક શક્તિ વાયરસને મ્હાત આપવા સક્ષમ હોય. એટલે આ આવી પડેલી મુશ્કેલીને આપણે આપણા આરોગ્યને સ્વસ્થ રાખીને એક અવસરમાં પલ્ટાવીએ. તેમ કહેવુ છે, રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ ડી. વી. મહેતાનું. loading… આ વિષમ પરિસ્થિતિમાં મનોબળને મજબૂત બનાવવાની સાથે પરિવાર, મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં હકારાત્મક વાતાવરણ ઉભું કરવાની સાથે નિયમીત રીતે યોગ, પ્રાણાયમ કરવા તેમજ આયુર્વેદને અપનાવવાનો ઉલ્લેખ કરતા શ્રી મહેતા જણાવ્યુ કે, કોઈ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટુ નથી, જે લડતો નથી તે જ હારે છે.  આપણે હિંમતપૂર્વક કોરોના સામે એકજૂટ થઈને લડવાનું છે. પરંતુ આવી પડેલી આફતને એક અવસરમાં પરિવર્તિત કરીને આપણા સામાજિક, આર્થિક જીવનને વધારે સુદ્રઢ બનાવીએ. 

કામદાર રાજય વિમા યેાજના જનરલ હોસ્પિટલ ખાતે ઉભી કરવામાં આવી ડેઝીગ્નેટેડ કોવિડ – ૧૯ હોસ્પિટલ

સમર્પિત આરોગ્યકર્મીઓ સાથે બે વેન્ટીલેટર સાથેના આઇ.સી.યુ. અને સેન્ટ્રલી કનેકટેડ ઓકસીજનની સુવિધા સાથે કુલ ૪૩ બેડની કરાયેલ વ્યવસ્થા કોવિડ-૧૯ની મહામારીમાં કોરોના દર્દીઓની સારવાર માટે તમામ સુવિધા સાથે અમે ૨૪ કલાક તત્પર … Read More

મુખ્યમંત્રીશ્રીના “ટેસ્ટ ઇઝ બેસ્ટ”ના મંત્રને ચરિતાર્થ કરતું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

ફરજ પરના ૧૩૨ કર્મચારીઓએ કરાવ્યો કોરોના ટેસ્ટ, બે કર્મચારીઓ પોઝિટિવ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ,૧૬ સપ્ટેમ્બર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  “ટેસ્ટ ઇઝ બેસ્ટ” નું સૂત્ર આપીને કોરોનાથી ડર્યા વગર કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે … Read More

રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

રાજકોટ જિલ્લાના એવા ગામો  જે   પ્રેરણાનો રાહ ચીંધે છે રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના સંક્રમણને  કાબૂમાં લેવા ડોર ટુ … Read More

ગાંધીજીના ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે: ડો. સાંગે ચોડન લેપ્ચા

પી.ડી.યુ મેડીકલ કોલેજમાં કાન,નાક,ગળાના અભ્યાસની સાથે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સેવા બજાવતી મુળ સિક્કીમની ડો. સાંગે લેપ્ચા ગાંધીજીના ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે તેથી ઈ.એન.ટી.ના અભ્યાસ માટે રાજકોટ પસંદ કર્યું: ડો. સાંગે ચોડન … Read More

૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે :કૃષિ મંત્રી

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્યમાં આગામી ૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે :કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદૂ તા.૧લી ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન શરૂ થશે : તા.૨૦મી ઓક્ટોબર સુધી … Read More

કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ કરવા માટે લોકોને સુયોગ્ય રીતે તાલીમબધ્ધ કરાયા

રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ENT વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ કરવા માટે અંદાજીત ૧૦૦૦ થી વધુ લોકોને સુયોગ્ય રીતે તાલીમબધ્ધ કરાયા રાજકોટ, ૧૩ સપ્ટેમ્બર: કોઈપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયેલ છે કે કેમ … Read More

છેવાડાનું ગામ ગઢાળા “નલ સે જલ” યોજના દ્વારા બન્યું પાણીદાર ગામ

 રાજકોટ જિલ્લાનું અને વિછિંયા તાલકાનું છેવાડાનું ગામ ગઢાળા “નલ સે જલ” યોજના દ્વારા બન્યું પાણીદાર ગામ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ગઢાળા ગામે વાસ્મો દ્વારા રૂા. ૨૧,૫૪,૨૬૯ ના ખર્ચે … Read More

કોરોના આફતમાં…..આશીર્વાદ સમો બનતો કોવિડ-૧૯ સબંધી કન્ટ્રોલ રૂમ

તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા લોકોને મળી રહી છે સચોટ જાણકારી સાથે માર્ગદર્શન સાત દિવસમાં ૯૫૦ કોલ આવ્યા -નોડલ ઓફિસર શ્રી એન.એફ.ચૌધરી રાજકોટ, ૧૧ સપ્ટેમ્બર કોઇપણ આફત કે અકસ્માતના બનાવમાં ઘટના અંગે ખોટી અફવા … Read More

રાજકોટની પીડીયુમા વધુ એક આર્ટિફિસીયલ ઈન્ટેલીજન્સ પ્રોજેક્ટ મૂકાયો અમલમાં

દર્દીની પળેપળની ખબર નોંધી આઉટ ડોર યુનિટમા હોસ્પિટલ તંત્ર અને દર્દીઓના સગા વચ્ચે સેતુ બનતો કોવિડ દમન સોફ્ટવેર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૪૪ કર્મયોગીઓ કોવિડ વોર્ડમાં જઈ દર્દીઓની સ્થિતિ અંગેની વિગતો … Read More