4 Indians killed in US

4 Indians killed in US: અમેરિકામાં કિડનેપ થયેલા 4 ભારતીયોની હત્યા, 8 મહિનાની બાળકી સહિત ગોળી મારી પરિવાર સભ્યોને માર્યા- વાંચો વિગત

4 Indians killed in US: કેલિફોર્નિયા પોલીસે આ કેસમાં 48 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી, ભારતીયોમાં ડરનો માહોલ

નવી દિલ્હી, 06 ઓક્ટોબરઃ 4 Indians killed in US: અમેરિકાના કેલિફોર્નિયામાં ત્રણ દિવસ પહેલા ભારતીય પરિવારનું અપહરણ કરવામાં આવ્યુ હતું. હવે આ મૂળ પંજાબી પરિવારના તમામ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. તેમાં એક 8 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. મર્સિડ કાઉન્ટી શેરિફ વર્ન વોર્નેકે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે સમગ્ર ઘટનાને ભયાનક ગણાવી હતી. ચારેયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે આ ચાર લોકોનું 3 ઓક્ટોબરે સાઉથ હાઈવે 59ના 800 બ્લોક પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ પરિવારનો અમેરિકામાં પોતાનો ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ છે.

આ પણ વાંચોઃ Attempt to cut a girl’s throat: સુરતમાં ફરી 14 વર્ષીય કિશોરી પર પાગલ પ્રેમીએ ગળુ કાપવાનો કર્યો પ્રયાસ

કેલિફોર્નિયા પોલીસે આ કેસમાં 48 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી છે. એવું જાણવા મળે છે કે આરોપીએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે તેની હાલત પણ નાજુક છે. આ જઘન્ય હત્યાકાંડના કારણે સનસનાટી ફેલાઈ ગઈ છે અને ભારતીય મૂળના લોકોમાં ભયનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે, આ પરિવાર પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામનો રહેવાસી હતો. મર્સિડ કાઉન્ટીમાંથી સોમવારે 36 વર્ષના જસદીપ સિંહ, તેની પત્ની જસલીન કૌર (27 વર્ષ) અને પુત્રી આરોહી (8 વર્ષ) અને ભાઈ અમનદીપ સિંહ (39 વર્ષ)નું અપહરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Burning Ravana fell on the crowd: સળગતું રાવણનું પૂતળું ભીડ પર પડ્યુ, લોકો જીવ બચાવીને ભાગ્યા- અનેક લોકોને ઇજા

Gujarati banner 01