Metro

Good News Amdavad metro passengers: અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર, જાણો વિગતે…

Good News Amdavad metro passengers: અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને હવેથી ફક્ત 12 મિનિટમાં મેટ્રો મળી રહેશે

અમદાવાદ, 19 એપ્રિલ: Good News Amdavad metro passengers: અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને હવેથી વહેલા મેટ્રો મળશે. મેટ્રો માટે હવેથી 15 મિનિટ રાહ જોવાની જરુર નહીં રહે, મેટ્રો હવે ફક્ત 12 મિનિટમાં મુસાફરોને મળી રહેશે. પ્લેટફોર્મ પર આવતા મુસાફરોને પિકઅવર્સના સમયમાં 18 મિનિટ અને નોન પિકઅવર્સમાં 15 મિનિટ રાહ જોવી પડતી હતી પરંતુ  હવેથી તમને 12 મિનિટમાં જ મેટ્રો મળી રહેશે.

અત્યારે અમદાવાદમાં મેટ્રો એપીએમસીથી મોટેરા અને થલતેજથી વસ્ત્રાલ સુધીનો રુટ છે જ્યાં મેટ્રો દોડી રહી છે. ત્યારે પેસેન્જરોને હવે વધુ રાહ જોવાની જરુર તેના કારણે નહીં પડે. કેમ કે, ટ્રીપની સંખ્યામાં 35 ટકાનો થશે વધારો થશે. 

મેટ્રોમાં એક પછી એક સવલતો મુસાફરોને મળી રહી છે ત્યારે આ સવલતમાં હવેથી વધારો થઈ રહ્યો છે. અત્યારે મેટ્રો મેચના સમયે વહેલા મળી રહી છે. જે પેસેન્જર્સ રાત્રે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચ જોઈને આવે છે તેમના માટે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો શરુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- Jalabhishek of ramlala: આ તારીખે થશે રામલલાનો ભવ્ય જલાભિષેક, 156 દેશોમાંથી પહોંચ્યું પાણી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો