Jalabhishek of ramlala: આ તારીખે થશે રામલલાનો ભવ્ય જલાભિષેક, 156 દેશોમાંથી પહોંચ્યું પાણી…

Jalabhishek of ramlala: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 23 એપ્રિલે રામલલાનો જલાભિષેક કરશે

નવી દિલ્હી, 19 એપ્રિલઃ Jalabhishek of ramlala: રામનગરી અયોધ્યામાં ભગવાન રામલ્લાના મંદિરનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે મંદિર એક વર્ષથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે. આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિનો ભવ્ય જલાભિષેક થવાનો છે.

ખાસ વાત એ છે કે  રામલલ્લાનો જલાભિષેક માત્ર ભારતની પવિત્ર નદીઓ સાથે જ નહીં પરંતુ 156 દેશોની નદીઓ અને સમુદ્રોના પાણીથી પણ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 23 એપ્રિલે રામલલાનો જલાભિષેક કરશે.

જણાવી દઈએ કે 156 દેશોમાંથી પાણી લાવવાનું કામ આજથી નહીં પરંતુ 3 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2020માં જ શરૂ કરવામાં આવ્યું હતું. તેની જવાબદારી દિલ્હી ભાજપના પૂર્વ ધારાસભ્ય વિજય જોલીએ લીધી હતી. હવે વિશ્વના 156 દેશોના પાણી એકઠા થયા છે ત્યારે હવે રામજન્મભૂમિનો જલાભિષેક કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને CM યોગી આદિત્યનાથ (CM યોગી) 23 એપ્રિલે મણિરામ દાસ કેન્ટોનમેન્ટ ઓડિટોરિયમમાં ‘જલ કલશ’ ની પૂજા કરશે.

પાકિસ્તાનની આ નદીનું પાણી દુબઈ થઈને ભારત લાવવામાં આવ્યું હતું

બીજેપી નેતા વિજય જોલીએ જણાવ્યું કે પાડોશી દેશ પાકિસ્તાનની પવિત્ર નદીઓમાંની એક રાવી નદીનું પાણી પણ તેમાં સામેલ છે. જો કે પાકિસ્તાનથી પાણી લાવવું સરળ નહોતું, પરંતુ પછી આ પાણી દુબઈ થઈને ભારત લાવવામાં આવ્યું. એક વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સ્થિતિ સારી નથી, પરંતુ ભગવાન શ્રી રામની જન્મભૂમિના જલાભિષેક માટે બંને દેશોએ મદદ કરી અને બંને દેશો તરફથી પાણી લાવવામાં આવ્યું. હવે આ જળથી રામલલાનો અભિષેક કરવામાં આવશે.

વિદેશના રાજદ્વારી અને આધ્યાત્મિક ગુરવો પણ કાર્યક્રમમાં સામેલ થશે

જલાભિષેક કાર્યક્રમમાં માત્ર પાકિસ્તાન અને રશિયા જ નહીં પરંતુ ફ્રાન્સ, જર્મની, જ્યોર્જિયા, સ્વિટ્ઝર્લેન્ડ, ઈટાલી, ઈરાક, કેનેડા, ચીન, ભૂતાન, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ડેનમાર્ક જેવા 156 દેશોના પાણીનો સમાવેશ થાય છે. જલાભિષેક કાર્યક્રમમાં દેશ જ નહીં. વિદેશના રાજદ્વારીઓ, ધાર્મિક અને આધ્યાત્મિક નેતાઓની સાથે મહાનુભાવોને પણ આમંત્રિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચો:-Two prestigious shields to Rajkot division: રાજકોટ ડિવિઝનને જીએમ દ્વારા બે પ્રતિષ્ઠિત શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો