Pizza Roll

Pizza roll recipe: આજે જ ઘરે બનાઓ સ્વાદિષ્ટ પીત્ઝા રોલ, જાણો તેની રેસીપી…

Pizza roll recipe: પિત્ઝા રોલની આ સરળ રેસિપી અનુસરીને, તમે ઘરે જ સ્વાદિષ્ટ પિત્ઝા રોલ બનાવી તેની મજા માણી શકો છો

અમદાવાદ, 16 એપ્રિલ: Pizza roll recipe: ફાસ્ટ ફૂડની યાદીમાં પિત્ઝાનું નામ સૌથી ઉપર આવે છે, જેના કારણે પિત્ઝાને મોટાભાગના લોકોની ફેવરિટ ડિશ માનવામાં આવે છે. તમે ઘણીવાર પિત્ઝા ખાધા હશે, પરંતુ શું તમે ક્યારેય પિત્ઝા રોલ ટ્રાય કર્યા છે? પિત્ઝા રોલની આ સરળ રેસિપી અનુસરીને, તમે ઘરે જ સ્વાદિષ્ટ પિત્ઝા રોલ બનાવી તેની મજા માણી શકો છો.

કેટલાક લોકો વિકેંડમાં બજારમાં પિત્ઝા ખાવાની મજા માણે છે જ્યારે કેટલાક લોકો વિકેંડમાં ઘરે પિત્ઝા બનાવવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે વધુ પ્રમાણમાં પિત્ઝા ખાવા એ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે, તેથી આજે અમે તમને ઘરે પિત્ઝા રોલ બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ, જેને અજમાવીને તમે મિનિટોમાં જ સ્વાદિષ્ટ વાનગીની મજા માણી શકશો. જાણો તેની રેસીપી…

પિત્ઝા રોલ બનાવવાની સામગ્રી

પીત્ઝા રોલ બનાવવા માટે 2 બાફેલા બટાકા, 1 બારિક સમારેલા લીલા કેપ્સિકમ, 1 બારિક સમારેલ લાલ કેપ્સિકમ, 2 ચમચી બાફેલી મકાઈ, 1 બારિક સમારેલી ડુંગળી, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી લાલ મરચાંના ટુકડા, ½ ટીસ્પૂન કાળા મરી પાવડર, 4-5 ચમચી બ્રેડ સ્લાઇસ, 2 ચમચી પીત્ઝા સોસ, ચીઝ ક્યુબ્સ, તેલ જરૂર મુજબ અને મીઠું સ્વાદ મુજબ.

પિત્ઝા રોલની રેસીપી

ઘરે પિત્ઝા રોલ્સ બનાવવા માટે સૌપ્રથમ બટેટાને સારી રીતે મેશ કરી લો. હવે બટાકામાં લીલું કેપ્સીકમ, લાલ કેપ્સીકમ, બાફેલી મકાઈ, ડુંગળી, લાલ મરચાંના ટુકડા, ઓરેગાનો, કાળી મરીનો પાવડર, મીઠું અને બ્રેડ ક્રમ્બ્સ ઉમેરીને મિક્સ કરો. બ્રેડ કોમ્બ્સ બનાવવા માટે તમે બ્રેડના ટુકડાને મિક્સરમાં પીસી શકો છો. આ પછી બટાકાના મિશ્રણના નાના-નાના બોલ બનાવો. હવે આ બોલને તમારા હાથ વડે દબાવો. પછી તેના પર પિત્ઝા સોસ લગાવો.

આ પછી, બટાકામાં ચીઝ ક્યુબ રાખો અને તેને બંધ કરો અને તેને ઇંડાનો આકાર આપો. હવે બાઉલમાં મકાઈનો લોટ ઓગાળી લો. બટાકાના બોલને એક પછી એક બાઉલમાં ડુબાડો. આ પછી તેને બ્રેડ ક્રમ્બ્સથી ઢાંકી દો. આનાથી પિઝા રોલ ખૂબ જ ક્રિસ્પી બને છે. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને પેનમાં બધા રોલને ડીપ ફ્રાય કરો. તૈયાર છે તમારો સ્વાદિષ્ટ પિઝા રોલ. હવે તેને નાસ્તામાં ગરમાગરમ સર્વ કરો.

આ પણ વાંચો:- Good News Amdavad metro passengers: અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર, જાણો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો