3 dead in Indiana mall shooting

3 dead in Indiana mall shooting: અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં રવિવારે એક મોલમાં ગોળીબારની ઘટનામાં 3 લોકોના મોત- 3 ઘાયલ

3 dead in Indiana mall shooting: ગ્રીનવુડના મેયર માયર્સે જણાવ્યું હતું કે, હુમલાખોર બંદૂકધારીને ‘એક સશસ્ત્ર વ્યક્તિ’એ ગોળી મારી દીધી હતી અને તેનું પણ મૃત્યુ થયું હતું

નવી દિલ્હી, 18 જુલાઇઃ3 dead in Indiana mall shooting: અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં રવિવારે એક મોલમાં ગોળીબારની ઘટનામાં 3 લોકોના મોત જ્યારે અન્ય 3 ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અમેરિકામાં બંદૂકની હિંસાની હાલની ઘટનાનો ઉલ્લેખ કરીને અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.

ઈન્ડિયાનામાં ગ્રીનવુડના મેયર માર્ક માયર્સે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે આજે સાંજે ગ્રીનવુડ પાર્ક મોલમાં મોટા પાયે ગોળીબારનો અનુભવ કર્યો છે’ માયર્સે જણાવ્યું હતું કે, હુમલામાં 3 લોકોના મોત અને 3 લોકો ઘાયલ થયા છે. માયર્સે જણાવ્યું હતું કે, હુમલાખોર બંદૂકધારીને ‘એક સશસ્ત્ર વ્યક્તિ’એ ગોળી મારી દીધી હતી અને તેનું પણ મૃત્યુ થયું હતું. 

ગ્રીનવુડ પોલીસે પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં ગોળીબારના સાક્ષીઓને માહિતી માટે વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું હતું. બંદૂક હિંસા આર્કાઈવ અનુસાર, આ હુમલો સંયુક્ત રાજ્ય અમેરિકામાં બંદૂકની હિંસાની શ્રેણીમાં નવીનતમ છે. આ પ્રકારની ઘટનામાં બંદૂકથી ફાયરિંગની ઘટનાને કારણે એક વર્ષમાં લગભગ 40,000 લોકોના મોત થાય છે.

આ પણ વાંચોઃ Protection of stray cattle: અંબાજી પોલીસે સૌ પ્રથમ વખત આવા રખડતા ઢોરોના શિંગડા ઉપર રેડિયમ પટ્ટી ચોંટાડવાની કામગીરી કરી

આ પણ વાંચોઃ Bus falls off on narmada river: મુસાફરોથી ભરેલી બસ પુલની રેલિંગ તોડીને નર્મદા નદીમાં પડી, 13 લોકોના મોત નીપજ્યા

Gujarati banner 01