Protection of stray cattle

Protection of stray cattle: અંબાજી પોલીસે સૌ પ્રથમ વખત આવા રખડતા ઢોરોના શિંગડા ઉપર રેડિયમ પટ્ટી ચોંટાડવાની કામગીરી કરી

Protection of stray cattle: અંબાજી ગૌ રક્ષા સમિતિ ના કાર્યકર્તાઓ ને પણ આ ઝુંબેશ માં મદદ લેવામાં આવી

અહેવાલ : ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 18 જુલાઇઃ Protection of stray cattle: હાલ તબક્કે વધી રહેલા અકસ્માતો નિવારવા અંબાજી પોલીસે અક્સ્માત નિવારણ માટે સુરક્ષા સપ્તાહ ની કામગીરી હાથ ધરી છે ખાસ કરીને અંબાજી માં રખડતા ઢોરો ના પગલે અકસ્માતો સર્જવાનો મોટો ભય રહેતો હોય છે.

આ પશુઓ હાઇવે માર્ગ ઉપર જ્યાં નાના મોટા અનેક વાહનો તેમજ રાહદારીઓ પસાર થતા હોય તેવી જગ્યા એ રખડતા ઢોરો નો અડીંગો જોવા મળતો હોય છે ને તેવા માં રાત્રી દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તેને લઈ અંબાજી પોલીસે સૌ પ્રથમ વખત આવા રખડતા ઢોરો ના શિંગડા ઉપર રેડિયમ પેટ્ટી ચોંટાડવાની કામગીરી શરુ કરી છે.

જેથી કરીને રાત્રી દરમિયાન અંધારા માં પણ વાહનો ના અજવાળે ઉભેલા ઢોર જોઈ શકાય, સાથે અનેક વાહનોમાં પણ જેમાં ટ્રેકટર ,રીક્ષાઓ જેવા વ્હીકલો ઉપર રેડિયમ પેટ્ટી ના તીક્ડાઓ ચોંટાડવાની કામગીરી હાથ ધારવામાં આવી છે સાથે વાહની ચાલકો ને પણ ખાસ કરીને રાત્રી દરમિયાન અકસ્માત ન સર્જાય તેવું માર્ગદર્શન અપાયું હતું રખડતા ઢોરો ના શીંગડે રેડિયમ પટ્ટી ચોંટાડવું ઘણુંજ કઠિન કાર્ય છે જેને લઈ અંબાજી ગૌ રક્ષા સમિતિ ના કાર્યકર્તાઓ ને પણ આ ઝુંબેશ માં મદદ લેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Bus falls off on narmada river: મુસાફરોથી ભરેલી બસ પુલની રેલિંગ તોડીને નર્મદા નદીમાં પડી, 13 લોકોના મોત નીપજ્યા

આ પણ વાંચોઃ Parliament Monsoon Session 2022: સંસદના ચોમાસુ સત્ર 2022 પહેલા પ્રધાનમંત્રીનું નિવેદન- વાંચો શું કહ્યું PM મોદીએ?

Gujarati banner 01