china population 759

china population: ચીનનું અવનવુ- વસ્તી વધે તો ય ડખ્ખો અને વસ્તી ના વધે તો ય ડખ્ખા…!

china population: ચીની સરકારને ઉજાગરા-વસ્તી વધારો શૂન્ય પર પહોંચી ગયો…

દિલ્હી, 12 મેઃchina population: ચીનમાં વસતી વધારાનો દર લગભગ ઝીરો થઈ ગયા બાદ સરકારની ઉંઘ ઉડી ગઈ છે.દેશમાં બાળકોને જન્મ આપનારા દંપતીઓની સંખ્યામાં થયેલો ઘટાડો આના માટે જવાબદાર છે.ચીનનુ કહેવુ છે કે, છેલ્લા એક દાયકામાં ચીનની વસતીમાં માત્ર પાંચ ટકાનો વધારો થયો છે.ઓછી થઈ રહેલી વસતીના કારણે દેશમાં કામ કરી શકે તેવા લોકોની સંખ્યા ઘટી રહી છે અને વૃધ્ધોની સંખ્યા વધી રહી છે.જેના પગલે હવે વૃધ્ધો પાછળ થતો સ્વાસ્થ્ય માટેનો ખર્ચ પણ વધશે.

Whatsapp Join Banner Guj

ચીનના સ્ટેટેસ્ટિકલ બ્યૂરોના કહેવા પ્રમાણે 2020માં પૂરા થયેલા દાયકામાં દેશની વસતીમાં માત્ર 7.20 કરોડનો વધારો થયો હતો.જેના કારણે ચીનની વસતી વધીને 1.41 અબજ થઈ હતી.હાલમાં ચીનનો વાર્ષિક વસતી વધારો 0.53 ટકા એટલે કે ઝીરો બરાબર છે. જે પહેલાના તાયગા કરતા ઓછો છે.ચીને વસતી ઓછી કરવા માટે 1980માં એક બાળકનો કાયદો લાગુ કર્યો હતો.

ચીનમાં દર 10 વર્ષે વસતી (china population)ગણતરી થાય છે.2020માં થયેલી ગણતરી ડિસેમ્બરમાં પૂરી થઈ હતી.આ માટે 70 લાખ લોકોને સામેલ કરાયા હતા.ચીનમાં લગ્નનુ પ્રમાણ પણ ઘટી રહ્યુ છે.લોકોમાં લગ્નને લઈને નકારાત્મકતા જોવા મળી રહી છે.જેની પાછળ વધતી જતી મોંઘવારી જેવા પરિબળો જવાબદાર છે.

ADVT Dental Titanium

જોકે હવે દેશમાં કામ કરી શકે તેવી વયજૂથના લોકોની વસતી ઘટી રહી છે અને સરકાર માટે આ મુદ્દો ચિંતાનો(china population) વિષય બની રહ્યો છે.ચીને જોકે 2017માં વન ચાઈલ્ડ પોલિસીમાં છુટછાટ મુકી હતી .આમ છતા ચીનમાં બર્થ રેટ ઘટી રહ્યો છે.ચીનના સ્ટેટેસ્ટિકલ બ્યૂરોના અધિકારીઓનુ કહેવુ છે કે, આ સ્થિતિ દેશ માટે સંકટ પેદા કરી શકે છે.

આ પણ વાંચો…

અરબી સમુદ્રમાં નિર્માણ થયેલું વાવાઝોડું(cyclone) ઓમાન તરફ ગયું, વાંચો ભારત માટે કેટલો ખતરો?